Youth was arrested for blackmailing a minor in Surat: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી યુવતીને 50 હજારથી લાખ રૂપિયાની મોડલિંગની ઓફર કરીને મુસ્લિમ યુવક હિન્દુ યુવતીઓને ફસાવતો હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોને થતાં સમગ્ર મામલાનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ યુવક સોશિયલ મીડિયોનો દુરુપયોગ કરીને હિન્દુ યુવતીઓને ફસાવતો હતો. જેના માટે તેણે હિન્દુ યુવકનું નામ પણ ધારણ કર્યું છે.અડાજણ પોલીસની તપાસમાં યુવક, યુવતીને મોબાઈલ પર મેસેજ કરી ને હેરાન પણ કરી રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ એક ગંભીર બાબત પણ કહી શકાય છે. હિન્દૂ દીકરીઓને નિશાન બનાવાય રહી હોય એ વાત ને નકારી શકાય નહીં, યુવતીઓને પૈસાની લાલચ આપી ન્યૂડ વિડીયો બનાવી આવા તત્વો ગમે તે કામ કરાવવા યુવતીઓને મજબુર પણ કરતા હોય તો નવાઈની વાત નથી, આવી કેટલી યુવતીઓ આવા વિધર્મીઓનો ભોગ બની હશે એની કલ્પના પણ કરી શકાય નહીં, પહેલા સચિન GIDC પછી પાંડેસરા અને હવે અડાજણ જેવા વિસ્તારમાં પણ આવા કેસ નોંધાય એ માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો છે.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં રેહાન નામનો વિધર્મી હિન્દુ યુવતીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ બની હિન્દુ યુવતીઓને ફસાવતો હતો. આરોપી રેહાન યુવતીઓને 50,000થી 1,00,000 રૂપિયામાં મોડેલિંગની ઓફર આપી ફસાવતો હતો. તે ઉપરાંત ઓફર આપી whatsapp દ્વારા બિભત્સ ફોટાઓ મંગાવી બ્લેકમેલ કરવાનું એક ષડયંત્ર પણ બહાર આવ્યું છે.
જે મામલે દીકરીના માતા-પિતા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં ફરિયાદ નોધવામાં આવી હતી. જેને લઇ વિશ્વ હિન્દુ પરિષદ પોતાના કાર્યકર્તાઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં વિધર્મીને સમજાવતા વિધર્મી ખૂબ જ ઉગ્ર બની ગયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાત્કાલિક અડાજણ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જે વિધર્મી યુવકને મેથીપાક આપી અડાજણ પોલીસને સોંપીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube