કોઈપણ વ્યક્તિ પોતાના ખીસ્સાથી નહી પરંતુ દિલથી અમીર હોય છે. આંધ્રપ્રદેશનાં K.K. કૃષ્ણમૂર્તિ એવાં જ એક વ્યક્તિ છે. તેઓ દર મહીને પોતાના પગારનો એક ભાગ ગરીબો પર ખર્ચ કરે છે. પાર્વતીપુરમ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોંસ્ટેબલ કૃષ્ણ મૂર્તિ શ્રીકાકુલમ જીલ્લાનાં વીરગટ્ટમ મંડળનાં કોટ્ટુગુમદા ગામનાં રહેવાસી છે.
તેઓ કસ્બાની સાથે જ આજુબાજુના ગામોમાં રહેતાં જરૂરિયાતમંદ લોકોને રાશન તથા કપડાં પ્રોવાઈડ કરે છે. આની સિવાય શિયાળાની ઋતુમાં વૃદ્ધોને ધાબળા પણ વહેંચે છે. તેઓ છેલ્લા ખુબ લાંબા સમયથી પ્રશંસનીય કાર્ય કર્યું છે.
વર્ષ 2017 કરી રહ્યા છે આ નેક કામ :
દર મહિને કૃષ્ણમૂર્તિ 30 એવાં લોકોને પસંદ કરે છે કે, જેમને રાશન તથા કપડાની સખત જરૂરિયાત છે. હાલમાં વધતી જતી ઠંડીને લીધે તેમનો સૌપ્રથમ ઉદ્દેશ ગરીબ તથા બેઘર લોકોમાં ગરમ કપડા વહેંચવાનો છે. આ નેક કામમાં તેઓ દર મહીને તેમની સેલેરીમાંથી કુલ 10,000 રૂપિયા ઉપાડીને મદદ કરે છે. તેમના મત પ્રમાણે, તેઓ વર્ષ 2017થી ગરીબોની મદદ કરી રહ્યા છે.
દાદા-દાદી પાસેથી મળી પ્રેરણા :
તેઓ જણાવતાં કહે છે કે, મને આ નેક કામ કરવાની પ્રેરણા મારા દાદા-દાદી પાસેથી મળી છે. કારણ કે, મે તેમને નાનપણથી જ ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોની મદદ કરતાં જોયા છે. જો કે, મે આ કામની શરૂઆત પોલીસ ડિપાર્ટમેન્ટને જોઈન કર્યા પછી કરી હતી.
45,000 રૂપિયા છે સેલેરી :
કૃષ્ણમૂર્તિની માસિક આવક કુલ 45,000 રૂપિયા છે, જેમાં દર મહિને તેઓ કુલ 10,000 રૂપિયા ગરીબોને મદદ માટે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે છેલ્લાં 2 મહીનામાં તેમની આજુબાજુનાં ગામડાઓમાં તેમજ પાર્વતીપુરમ ગામમાં અંદાજે 60 ધાબળા વહેંચ્યા છે. કૃષ્ણમૂર્તિ જેવાં પોલીસવાળા એક મિસાલ છે, જેમને સેલ્યૂટ કરવાનું તો બને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle