ઓમિક્રોનના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાત્રી કરફ્યુમાં કરવામાં આવ્યો વધારો- જાણો શું રહેશે સમય

ગુજરાત(Gujarat): રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસો અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે(Hrishikesh Patel) તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય મંત્રીએ જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે અને 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી છે. હાલમાં ઓમિક્રોન(Omicron)ના 97 દર્દીમાંથી 41ને રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવામાં આવ્યા છે. હાલ રાતના 11થી સવારથી સવારના 5 વાગ્યા સુધી 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(Night curfew) યથાવત 7 જાન્યુઆરી સુધી યથાવત રહેશે.

રાજ્યમાં બીજી લહેર જેવી સ્થિતિ ફરી પેદા ન થાય તે માટે સરકારના આગોતરા આયોજન પર પ્રકાશ પાડવા માટે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરી જાણકારી આપી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ 90 લાખ લોકો રસીકરણ વગરના છે જેથી હવે વેકસીનેશન પર વધુ ભર આપવામાં આવશે અને મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાં જતાં પહેલા રસીના બંને ડોઝ લેવા ફરજિયાત છે.

1-12થી 30-12 સુધીમાં 24 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્ય સરકારે પૂરતી તૈયારીઓ કરી છે. રાજ્યમાં 2827 વેન્ટિલેટર બેડ છે. 55284 ઓક્સીજન બેડ છે. કુલ 1,10,000 બેડ છે તો લાખથી વધુ દર્દીને બિલકુલ ચિંતા વગર રાખી શકીએ. રાજ્યમાં 2827 વેન્ટિલેટર બેડ છે. જે આ આંકડાઓના પ્રમાણમાં ઘણા બધા દર્દીઓ ખુબ ઝડપથી સાજા થવા લાગ્યા છે.

સંક્રમણનો દર વધારે છે પરંતુ સાવચેત રહેવું પડશે. ડેલ્ટા વેરિયન્ટ વાળા કેસ પણ છે. બન્ને ડોઝનુ જે રસીકરણ છે તેમાં બીજા ડોઝથી 90 લાખ જેટલા લોકો વેક્સિનથી વંચિત છે. 18 વર્ષની તમામે તમામ એક ડોઝ આપી દેવામાં આવ્યા છે, બાકીના બીજા ડોઝના તમામ પ્રયાસો ચાલુ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. કોવિડની અંદરમાં ઓમિક્રોન-ડેલ્ટા વેરિયન્ટમાં ગંભીરતા હોવી જોઈએ તે ઓછી જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *