ભાજપનો ચોકીદાર દારૂના જંગી જથ્થા સાથે ઝડપાયો- કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ

સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવાં છતાં ઘણીવાર બુટલેગરો દારૂના જંગી જથ્થા સાથે પોલીસના હાથમાં આવી જતાં હોય છે. લાખો રૂપિયાનો દારુ ચોરીછુપે ઘુસાડતા હોય છે. હાલમાં…

સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવાં છતાં ઘણીવાર બુટલેગરો દારૂના જંગી જથ્થા સાથે પોલીસના હાથમાં આવી જતાં હોય છે. લાખો રૂપિયાનો દારુ ચોરીછુપે ઘુસાડતા હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની બાજુ દરોડા પાડવામાં આવ્યો હતો.

જેમાં વિદેશી દારૂની સાથે 55,000 રૂપિયાના મુદ્દામાલ સહિત બુટલેગરને પકડી પાડવામાં આવ્યો હતો. આની સાથે જ નવાઈની વાત તો એ છે કે, કોરોનાકાળ હોવાથી બુટલેગરોનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તહેવારોને લઈ દારૂ-જુગારની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.

આની સાથે જ ભરૂચ LCB ટીમને મળેલ બાતમીને આધારે સ્ટેશન રોડ પરની ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાંથી વિદેશી દારૂના જથ્થાની સાથે પ્રતીક બિપીનચંદ્ર કાયસ્થની ધરપકડ કરવામાં આવી હતી. બુટલેગરની પાસેથી કુલ 55,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આરોપીની ધરપકડ કર્યા પછી તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં નોંધનીય છે કે, સરકારની ગાઈડલાઇન પ્રમાણે આરોપીઓની ધરપકડ કરાતા સૌપ્રથમ તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *