ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનો ખતરો: ખેલોના મહાકુંભમાં પ્રથમ કેસ નોંધાતા કટોકટી જાહેર

ટોક્યો ઓલિમ્પિક 2020ની શરૂઆતને માટે માત્ર 6 દિવસ બાકી છે. ઘણા દેશોના ખેલાડીઓ રમતના સ્થળ પર પહોંચી ગયા છે. ભારતની પ્રથમ બેચ પણ આજે ટોક્યો જવા રવાના થશે. કુલ ખેલાડીઓ ટોક્યો જવા માટે રવાના થશે.

રમતો મહાકુંભની શરૂઆતની પહેલા જ એક ટોક્યોથી સમાચાર આવ્યા છે કે, રમતના સ્થળ પર કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. આ પ્રકારની માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજવાનો છે.

ટોક્યોના આયોજન સમિતિના પ્રવક્તા માસા ટાકાયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘રમતગમત સ્થળ પર એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળ્યો છે. આ રમતગમતના સ્થળ પર પ્રથમ કેસ નોંધાયો છે. આ કેસ સ્ક્રીનીંગ પરીક્ષણ દરમિયાન મળી આવ્યો હતો.

ઓલિમ્પિક દરમિયાન કોરોના સંક્રમણમાં વધારો થશે તેવા ડરને કારણે જાપાનની રમતો પૂર્ણ થાય ત્યાં સુધી કોરોના ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. જાપાન સરકાર દ્વારા હાલમાં જ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક એક વર્ષ મોકૂફ રાખવામાં આવ્યો હતો ત્યારે હવે ઓલિમ્પિક 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે. રમત દરમિયાન અન્ય કોઈ વિદેશી દર્શકોને પ્રવેશ મળશે નહિ અને કટોકટીને કારને ત્યાના સ્થાનિક લોકોને મંજુરી પણ મળશે નહિ.

જાપાનના વડા પ્રધાન યોશીહિદ સુગાએ કહ્યું કે, ભવિષ્યમાં ફરી એક વાર કોરોના વાયરસના સંક્રમણમાં વધારો ન થાય તે માટે કટોકટીની સ્થિતિનો અમલ કરવો જરૂરી છે. ભારત તરફથી 121 રમતવીરો 18 રમતોમાં પોતાનો પડકાર રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *