ઘરેથી નવી બાઈક લઈને નીકળ્યા અને ઘરે પાછી આવી બંનેની લાશ- પરિવારના પગ તળેથી સરકી ગઈ જમીન

મધ્ય પ્રદેશ(ભારત): ઇન્દોરમાં ખુબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોનું મોત થયું હતું. 2 મિત્રો પૈકી એક મિત્રએ નવું બાઈક લીધું હતું. બંને નવી બાઈકનો આંટો મારવા માટે નીકળ્યા હતા. પરંતુ તેમનું રસ્તામાં જ મોત વાટ જોઈને ઊભું હતું.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, રાતના 2 વાગ્યની આસપાસ ઈન્દોરના પૂર્વ રિંગ રોડ પર 2 યુવકોની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. તેની બાજુમાં તૂટેલી હાલતમાં બાઈક મળી આવ્યું હતું. એકદમ નવું બાઈક હતું. બંનેની ઓળખ શરુઆતમાં થઈ શકી ન હતી. પોલીસે તેમના મોબાઈલ ફોન શોધ્યા અને કોલ ડિટેલમાં જઈને છેલ્લો કોલ જે નંબર ઉપર કર્યો હતો. તેના ઉપર ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યા હતા. માહિતી મહી છે કે, તે દોસ્તનો નંબર હતો અને મિત્ર અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે પોતાના બંને મૃત દોસ્તોની ઓળખ કરી હતી.

મૃતક યુવકોની ઓળખ મનીષ અને દેવ તરીકે થઈ હતી. બંને ખાસ મિત્રો હતા. અને એમપીપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. ગુજરાત અને મધ્ય પ્રદેશની સીમા પર મેઘનગરમાં રહેનારા મનીષે હાલ સ્પોર્ટ્સ બાઈક ખરીદી હતી. ગુરુવારે રાત્રે તેની ખુશી શેર કરવા માટે તે પોતાના મિત્ર દેવ પાસે ગયો હતો. રતલામમાં રહેતો દેવ ઇન્દોરના દેવાસ નાકા પાસે ભાડેથી રહેતો હતો.

પોતાની નવી બાઈક દેખાડવા માટે મનીષ દેવ પાસે ગયો હતો અને પછી બંને ફરવા નીકળ્યા હતા. પરંતુ આ સફર બંનેની અંતિમ સફર સાબિત થઈ હતી. બંને રિંગ રોડ ઉપર ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. રાત્રે 1 વાગ્યે ખજરાના પોલીસને જાણકારી મળી હતી કે, રોડ પર બે યુવકો ઘાયલ અવસ્થામાં પડ્યા છે. પોલીસે તેમને તરત એમવાય હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બંનેને મૃત જાહેર કર્યા હતા. જે જગ્યાએ દુર્ઘટના થઈ તેની પાસે જ સ્પીડ બ્રેક છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાઈક ફૂલ સ્પીડમાં હશે અને અચાનક સ્પીડ બ્રેકર આવવાથી જોરદાર બ્રેક લગાવવાથી બાઈક બેકાબુ થયું હશે અને ડિવાઈડર સાથે ટકરાય હશે. પોલીસ આજુબાજુમાં લગાવેલા સીસીટીવીની શોધીખોળ કરી રહી છે. શુક્રવારે બપોરે લાશોનું પોસ્ટમોર્ટમ થયા બાદ લાશને પરિવારને સોંપવામાં આવી હતી. મૃતકોમાં એક યુવકના પિતા સેનામાં અધિકારી છે અને બીજાના પિતા વેપારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *