ગુજરાત(Gujarat): કોરોના(Corona) હજુ ગયો નથી, ફરી બીલી પગે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. થોડો સમય માંડ શાંતિ રાખ્યા પછી, કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે. લોકો હોળી(Holi 2023)નો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવે એ પહેલા જ કોરોનાએ પાછી પાણી કરી છે. હોળીના એક અઠવાડિયા પહેલા કોરોનાના કેસમાં ચાર ગણો વધારો થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 19 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોના વાયરસના નવા 13 કેસ સામે આવ્યા છે. ત્યારે હવે રાજકોટમાં 3, વડોદરા, સુરત, ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 68 દર્દીઓ કોરોના સંક્રમિત છે.
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો શરૂ થતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા 24 કલાકમાં જો વાત કરવામાં આવે તો કોરોનાના 19 નવા કેસ સામે આવતા ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ ઉપરાંત સક્રિય કોરોના કેસનો આંક 68 થઇ ગયો છે. જેના પરથી કહી શકાય કે, ગુજરાતમાં કોરોના ફરી આવી રહ્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતમા અત્યાર સુધીમાં કોરોનાના કારણે 11046 લોકોના મોત થઇ ચુક્યા છે. ગુજરાતમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.13 % છે. જ્યારે રાજ્યમાં આજે 4 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને તેમના ઘરે પાછા ફર્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 12,66,638 લોકોએ કોરોના સામેની જંગ જીતી છે.
લેટેસ્ટ આંકડાની વાત કરવામાં આવે તો, હાલ અમદાવાદમાં સૌથી વધુ 40 કોરોના કેસ, વડોદરામાં 9 કોરોના કેસ, રાજકોટમાં 5 કોરોના કેસ, અમરેલીમાં 3 કોરોના કેસ, સુરત-ગાંધીનગર-મહેસાણા-ભાવનગરમાં 2 કોરોના કેસ, મોરબી-સાબરકાંઠામાં 1-1 કોરોના કેસનો સમાવેશ થાય છે. એક અઠવાડિયા અગાઉ એટલે કે, 28 ફેબુ્રઆરીના કોરોનાના કુલ 17 એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. ડોક્ટરોના મતે, હાલ વાયરલ ફિવરના વાયરાને કારણે અનેક લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે અને જેના કારણે કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.