ભારત(India)માં ફરી એકવાર કોરોનાવાયરસ(Coronavirus)ના દૈનિક કેસોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. શુક્રવાર, 7 જાન્યુઆરી, 2022 ના રોજ સવાર સુધી ભારતમાં કોરોનાવાયરસના કેસોમાં છેલ્લા 24 કલાકમાં 28.8 ટકાનો વધારો થયો છે. ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટના ફેલાવા વચ્ચે, છેલ્લા 24 કલાકમાં 1,17,100 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય(Ministry of Health)ના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 302 દર્દીઓના મોત થયા છે.
ભારતમાં 1,17,100 કેસ નોંધાયા બાદ હવે કોરોનાના કુલ 35,226,386 કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,71,363 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 30,836 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં કોવિડમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 34,371,845 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 302 લોકોના મોત બાદ દેશમાં કોવિડના કારણે મૃત્યુઆંક વધીને અત્યાર સુધીમાં 4,83,178 થઈ ગયો છે.
સક્રિય કેસનો દર કુલ કેસના 1.05% છે. રિકવરી રેટ 97.57% પર ચાલી રહ્યો છે. કોવિડના વધતા કેસ વચ્ચે દૈનિક હકારાત્મકતા દર 7.74% પર પહોંચી ગયો છે. તે જ સમયે, સાપ્તાહિક હકારાત્મકતા દર 4.54% પર છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં રસીના 94,47,056 ડોઝ આપવામાં આવ્યા છે અને દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,49,66,81,156 ડોઝ આપવામાં આવ્યા છે.
10 દિવસમાં કેસમાં 18 ગણો વધારો થયો છે:
ભારતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને કેસ એટલી ઝડપથી વધી રહ્યા છે કે છેલ્લા 10 દિવસમાં કોવિડના દૈનિક કેસ વધીને 18 ગણા થઈ ગયા છે. માત્ર 28 ડિસેમ્બરે દેશમાં એક જ દિવસમાં કોવિડના 6,358 કેસ નોંધાયા હતા અને 10 દિવસમાં આ સંખ્યા વધીને 1 લાખ 17 હજારથી વધુ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે જે ઝડપે ત્રીજી લહેર વધી રહી છે તે પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ દૈનિક કેસોમાં 485 ટકાનો વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.