હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ આનંદની વાત તો એ છે કે, હવે થોડાં જ દિવસમાં દુબઈમાં IPLની શરૂઆત થવાં માટે જઈ રહી છે. થોડા દિવસ પહેલાં જાણવા મળ્યું હતું કે, સુરેશ રૈના ભારત પરત ફરી ગયો છે. ત્યારે હાલમાં એને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.
IPLની 13મી સીઝનની ઓપનિંગ મેચ 19 સપ્ટેમ્બરનાં રોજ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) તથા મુંબઈ ઇન્ડિયન્સની(MI) વચ્ચે યુએઈમાં રમવામાં આવશે પન આની પહેલા CSK માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. મળેલ જાણકારી પ્રમાણે સુરેશ રૈનાનાં સ્વદેશ પાછા ફર્યા પછી એના વિકલ્પ તરીકે દેખાતો મિડિલ ઓર્ડર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ હાલમાં ક્વોરન્ટીનમાં રહેલો છે.
મળેલ જાણકારી પ્રમાણે અંદાજે કુલ 14 દિવસ બાદ પણ એનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો નથી. એને અત્યાર સુધી પણ ટીમ હોટલમાં બબલમાં જવા પરવાનગી મળી નથી. આપને જણાવી દઈએ કે, ગયા મહિને CSKના કુલ 13 સભ્યોને કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં કુલ 2 ખેલાડી ઋતુરાજ તથા દીપક ચાહર શામેલ હતાં.
ચાહર સહિત કુલ 11 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યા છે. જેને કારણે ચાહરે તો હવે ટ્રેનિંગની પણ શરૂઆત કરી દીધી છે પણ મળેલ જાણકારી મુજબ CSKમાં ઋતુરાજની હાલમાં પણ વાપસી થઈ નથી. જો કે, મેનેજમેન્ટને આશા રહેલી છે કે, ઋતુરાજ જલદી ટીમમાં વાપસી કરશે.
સુરેશ રૈનાનાં વિકલ્પ તરીકે ઋતુરાજને જોવામાં આવી રહ્યો હતો પણ હાલમાં ચાલી રહેલ પરિસ્થિતિને જોતાં હવે ટીમ મેનેજમેન્ટ બીજા વિકલ્પ તરીકે અંબાતી રાયુડૂને નંબર-3 પર બેટિંગ કરવાં અંગે વિચારણા કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કુલ 10 દિવસથી CSKની ટીમ ટ્રેનિંગ કરી રહી છે.
જાણકારી પ્રમાણે કોરોના વાયરસ પરીક્ષણમાં નેગેટિવ આવ્યા બાદ ઋતુરાજે હૃદય તથા ફેફસાની તપાસ કરાવવાની રહેશે. જેને કારણે એના ફિટનેસની તપાસ થશે. એવી શક્યતા છે કે, ઋતુરાજ ટીમની શરૂઆતી મેચોમાં રમી શકશે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en