Surat Breaking: સુરતના નવા મેયર બન્યા દક્ષેશ માવાણી, સી આર પાટિલના નજીકના કોર્પોરેટરને પણ મળી મોટી જવાબદારી

Published on Trishul News at 10:49 AM, Tue, 12 September 2023

Last modified on September 12th, 2023 at 10:54 AM

Dakshesh Mavani mayor of Surat: અમદાવાદ અને વડોદરા પછી હવે સુરતના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બની ચુક્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત મનપાની(Dakshesh Mavani mayor of Surat) અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતાં મંગળવારે સવારે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા યોજવામાં આવી હતી. જેમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

દંડક તરીકે ધર્મેશ વણીયાવાળાની વરણી
સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી કરવામાં આવી રહી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીનું નામ જાહેર કરવામાં આવી રહ્યું છે અને દંડક તરીકે ધર્મેશ વણીયાવાળાની નિમણુક કરવામાં આવી રહી છે. આજે ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પક્ષ દ્વારા આપવામાં આવેલા મૅન્ડેટને લઈને સરદાર સભાગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના તમામ કોર્પોરેટરો સાથે સંકલન બેઠક પણ કરી હતી. જે બાદ મૅન્ડેટ થકી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામો જાહેર કરવામાં આવ્યા હતા.

સુરતના વિકાસ માટે કામ કરીશુંઃ નવા મેયર
મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરાયા પછી તેઓએ જણાવ્યું છે કે, અમે સુરતના મહત્વના કામોને વેગ આપીશું, સુરતના સર્વાંગી વિકાસ માટે તન-મન-ધનથી અમે કામ કરીશું. દક્ષેશ માવાણીએ કહ્યું છે કે, સુરતમાં તાપી રિવરફ્રંટ મુખ્ય કામ રહેશે. સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજન પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પાર્ટીનો ખુબ આભાર માન્યો. તેઓએ કહ્યું કે, ભાજપમાં જ કાર્યકર વોર્ડના કાર્યકરથી મોટા હોદ્દા પર આવી શકે છે. સુરત શહેરનો નંબર વન જાળવી રાખવો છે.

સુરત મનપાના હોદ્દેદારોની નિમણૂંક
સુરત મેયરઃ દક્ષેશ માવાણી, ડે.મેયરઃ નરેશ પાટીલ, શાસક પક્ષના નેતાઃ શશીબેન ત્રિપાઠી, સુરત મનપાના દંડકઃ ધર્મેશ વણીયાવાળા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઃ રાજન પટેલ

Be the first to comment on "Surat Breaking: સુરતના નવા મેયર બન્યા દક્ષેશ માવાણી, સી આર પાટિલના નજીકના કોર્પોરેટરને પણ મળી મોટી જવાબદારી"

Leave a comment

Your email address will not be published.


*