બે વિમાનો વચ્ચે આકાશમાં થઇ મોતની ટક્કર, એક સાથે છ લોકોને ભરખી ગયો કાળ- જુઓ ખૌફનાક વિડીયો

અમેરિકા (America)ના ટેક્સાસ(Texas) રાજ્યમાં એર શો(Air show) દરમિયાન એક ભયાનક અકસ્માત(Accident) થયો હતો. અહીં ડલાસ (Dallas)માં બીજા વિશ્વયુદ્ધના સમયના 2 યુદ્ધ વિમાનો હવામાં ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ થતાં જ એક વિમાન(airplane) વચ્ચેથી બે ટુકડા થઈ ગયા, જ્યારે બીજું વિમાન સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયું હતું. આશંકા છે કે આ દુર્ઘટનામાં પાયલોટ અને ક્રૂ મેમ્બર સહિત 6 લોકોના મોત થયા છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, શનિવારે યુએસએના ડલ્લાસમાં વિશ્વ યુદ્ધ-2 સ્મારક એરશોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવ્યા હતા. એર શો ચાલી રહ્યો હતો ત્યારે અચાનક એક બોઇંગ B-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ બોમ્બર અન્ય બેલ P-63 કિંગકોબ્રા ફાઇટર સાથે અથડાયું હતું.

આ અકસ્માત ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પાસે થયો હતો. એરપોર્ટ અધિકારીઓએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ઇમરજન્સી કર્મચારીઓ ક્રેશ સ્થળ પર પહોંચી ગયા છે. દુર્ઘટના બાદ પ્લેનના ક્રૂ મેમ્બર્સની તપાસ કરવામાં આવી રહી છે. હાલ એ સ્પષ્ટ નથી થયું કે બંને વિમાનમાં કેટલા લોકો સવાર હતા.

બીજા વિશ્વયુદ્ધના ફાઇટર જેટની જાળવણી માટે સમર્પિત જૂથ, કમિશનરિયટ એર ફોર્સ (CAF)ના પ્રમુખ અને સીઇઓ હેન્ક કોટ્સે જણાવ્યું હતું કે, B-17માં સામાન્ય રીતે ચારથી પાંચ લોકોના ક્રૂ હોય છે. કોટ્સે કહ્યું કે P-63માં માત્ર એક જ પાઈલટ છે, પરંતુ ક્રેશ સમયે પ્લેનમાં અન્ય કેટલા લોકો સવાર હતા તે જણાવ્યું નથી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી વિડિયો ક્લિપ્સ આ ઘટના દર્શાવે છે, જે ઘણા લોકોએ કેમેરામાં કેદ કરી હતી, જેમાં બે વિમાનો અથડાતા અને આગની જ્વાળાઓમાં લપેટાયેલા જમીન પર ક્રેશ થતા બતાવે છે. લાઈવ એરિયલ વીડિયોમાં અથડામણના સ્થળે વિમાનનો કાટમાળ દેખાઈ રહ્યો છે. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) બંનેએ તપાસ શરૂ કરી છે, જેમાં NTSB દ્વારા અધિકારીઓને અપડેટ્સ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *