સુરત(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવામાં આવતા હોય છે. પોતાનું પાપ છુપાવવા માટે પોતાના બાળકોને ત્યજી દેતા હોય છે. ત્યારે સુરતના ઉગત વિસ્તારમાં આવેલી માધવ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ નજીક મૃત નવજાત બાળકને મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ખુલ્લા મેદાનમાં અવાવરૂ જગ્યા પર તરછોડાયેલા નવજાત બાળકના હોઠને કાગડાઓએ કોતરી ખાધા હતા. પોતાના બાળકને અવાવરૂ જગ્યા પર કયા કારણથી મૂકવામાં આવ્યો છે એની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, ઉગત વિસ્તારમાં રહેતા દિનેશ કટારિયા સવારે વોકિંગ કરવા માટે ગયા હતા. વોકિંગ કરીને તેઓ પોતાના ફ્લેટની ગેલરીમાં હતા ત્યારે તેમની નજર નવજાત બાળક પર ગઈ હતી. પરંતુ, ગેલરીમાંથી તેમને તે બાળક છે એવું પહેલી દૃષ્ટિએ ખ્યાલ આવ્યો ન હતો. કાગડાઓનું ટોળું ત્યાં એકજૂઠ થઈ ગયું હતું. તેમને એવું હતું કે, કોઈક પશુ મર્યું હશે અને તેની જાણ તેમણે પ્રથમ કોર્પોરેશનના અધિકારીઓને કરી હતી. ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચીને જોયું તો એ પશુ નહીં, પરંતુ નવજાત બાળક હોવાનું જાણવા મળ્યું હતું.
કોર્પોરેશનના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને મૃત નવજાત બાળક અંગેની જાણ પોલીસને કરી હતી. દિનેશ કટારિયાએ સમગ્ર બાબત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને જોયું તો મૃત નવજાત બાળક હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ અન્ય કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, નવજાત બાળકને તરછોડવાની ઘટનાને લઇને સમગ્ર શહેરમાં હવે ચર્ચા શરૂ થઈ છે. જન્મ આપનારી માતાએ કેવી રીતે પોતાના નવજાત બાળકને આ રીતે તરછોડ્યું છે એ અંગે હવે તપાસ શરૂ કરવામાં આવશે. એની પાછળનાં કારણો કયાં છે અને કોણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એની હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.