બનાસકાંઠા(banasknatha): બનાસકાંઠા જિલ્લો(banasknatha news) ગુન્હાહિત પ્રવૃતિઓને કારણે દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે આજે ડીસા અને પાંથાવાડામાં ચાલતા ડ્રગ નેટવર્કનો (Drugs network in deesa) પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમા અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.
બનાસકાંઠા જીલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં નાની ઉંમરના બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે. અને શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક પણ ખૂબ જ સક્રિય બની ગયું છે. ત્યારે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાથી અંદાજિત આઠેક લાખ રૂપિયાની કિંમતના ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.
પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સનાં ઘરે દરોડો પાડ્યો હતો અને તેના ઘરમાથી જ અંદાજિત ૨૫૦ ગ્રામ ગાંજો, ૫૦ ગ્રામ સ્મેક અને આઠેક ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ તમામ જથ્થો અંદાજિત જથ્થો છે અને તેની અંદાજિત કિંમત આઠેક લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે.
ડીસામાં આવેલી મોઢેશ્વરી સોસાયટીમાથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસને આશા છે કે, આ ઘટના બાદ અન્ય લોકો કે જે ડ્રગ્સ નેટવર્કમાં સંડોવાયેલા છે તેની પણ અટકાયત કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.