Palam Murder Case: થોડા મહિનાઓ પહેલા રિહેબ સેન્ટરમાંથી પરત ફરેલા 25 વર્ષના યુવકે એક પછી એક પરિવારના ચાર સભ્યોની હત્યા(Four members killed) કરી હતી. મૃતકોમાં આરોપીના પિતા, દાદી, માતા અને બહેનનો સમાવેશ થાય છે. મામલો દિલ્હી(Delhi)ના પાલમ(Palam) વિસ્તારનો છે. અહીં 25 વર્ષીય કેશવે પોતાની દાદીની હત્યા કરીને આ હત્યાકાંડની શરૂઆત કરી હતી. કેશવે તેની દાદીને માત્ર એટલા માટે મોતને ઘાટ ઉતારી નાખ્યા કારણ કે, તેણે તેને ડ્રગ્સ માટે પૈસા આપવાની ના પાડી હતી.
આ મામલામાં ફરિયાદ કરનાર કેશવના પિતરાઈ ભાઈ કુલદીપ સૈનીએ જણાવ્યું કે, તે ઘણીવાર ઘરમાંથી ગાયબ થઈ જતો હતો. તેણે કહ્યું કે કેશવ 10 વર્ષથી ડ્રગ્સનો વ્યસની હતો. તે 3 નવેમ્બરના રોજ ઘરેથી અચાનક ગાયબ થઈ ગયો હતો. તે 19 નવેમ્બરે પરત ફર્યો હતો. જોકે, પોલીસનું કહેવું છે કે કેશવ નશામાં ન હતો ત્યારે તેણે તેના પરિવારના સભ્યોની હત્યા કરી હતી.
પરિવારમાં અગાઉ ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેની પાસે નોકરી નહોતી. તેના પરિવારના સભ્યો તેને નોકરી કરવા કહેતા હતા. આનાથી તેને ગુસ્સો આવ્યો. મંગળવારે પણ તેણે તેની માતા પાસે પૈસા માંગ્યા, પરંતુ જ્યારે તેણીએ ના પાડી તો તેણે ઝઘડો શરૂ કર્યો. આ પછી તે ઘરની બહાર નીકળી ગયો હતો. આ પછી તેના માતા, પિતા અને બહેન પણ ઘરની બહાર કામ કરવા ગયા હતા.
કેશવ સાંજે ઘરે પરત ફર્યો, તે સમયે તેના દાદી ઘરે એકલા હતા. કેશવે સાંજે 5.30 વાગ્યે તેની દાદી પાસે પૈસા માંગ્યા, જ્યારે તેણીએ ના પાડી. આ પછી કેશવે તેને મોતને ઘાટ ઉતારી નાખ્યા. કેશવના પિતા દિનેશ સાંજે 7.30 કલાકે ઘરે પરત ફર્યા ત્યારે તેને તેની માતા મળી હતી. આ દરમિયાન કેશવે તેની પણ ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. તે લાશને બાથરૂમમાં લઈ ગયો.
આ પછી જ્યારે કેશવની માતા રાત્રે 9 વાગે દર્શન કરીને પરત આવી ત્યારે તેણે તેની પણ છરીના ઘા મારીને હત્યા કરી હતી. કેશવની બહેન ઉર્વશી રાત્રે લગભગ 9.30 વાગે પરત આવી ત્યારે આ બધું જોઈને તે ચોંકી ગઈ હતી. તે મદદ માટે બૂમો પાડવા લાગી. આથી કેશવે તેની પણ હત્યા કરી નાખી હતી. ઉર્વશીનો અવાજ સાંભળીને કુલદીપ ત્યાં પહોંચ્યો. કેશવ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કુલદીપે તેને પકડી લીધો અને પોલીસને બોલાવી.
કુલદીપ કહે છે કે કેશવ ઘણીવાર ઘરમાં ઝઘડા કરતો હતો. તે દરરોજ બધાને ધમકાવતો અને મારતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કેશવ વિરુદ્ધ પહેલાથી જ બે ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું કે જ્યારે તેઓ કેશવની ધરપકડ કરીને તેને લાવી રહ્યા હતા ત્યારે તેણે કુલદીપને પણ ધમકી આપી હતી. તેણે કુલદીપને કહ્યું કે તેં મને પકડ્યો છે, જેલમાંથી આવ્યા બાદ હું તને પણ મારી નાખીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.