આવતીકાલે ચૂંટણી(Gujarat election 2022) હોવાથી હાલ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરાછા(Varachha) વિધાનસભા બેઠકમાં આવેલી મીનીબજાર ચોકસી માર્કેટ (Mini Market Choksi Market)માં ભાજપ (BJP)ના માણસો દ્વારા આચારસંહિતા હોવા છતાં આચારસંહિતાનો ભંગ કરી પેમ્પ્લેટ અને ભાજપની ડાયરીઓ વેંચતા ત્રણ થી ચાર માણસો સાથે દારૂની બોટલ અને બુક ભરેલી વેગેનાર ગાડી ઝડપાય છે. જેને લઈને વરાછામાં રાજકારણ ગરમાયું છે. આ અંગે અલ્પેશ કથીરિયા દ્વારા ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચૂંટણી સામગ્રી ઝડપાઈ:
મતદાનને હવે ગણતરીના કલાકો બાકી હોવાથી વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ હજી પણ ચોરી છુપીથી પ્રચાર પ્રસાર રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતો હોવાનું ધ્યાન આવ્યું છે. સુરતની બહુચર્ચીત વરાછા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સામગ્રીઓ કારમાં હોવાનું સામે આવ્યું છે. કારમાં ભાજપની પુસ્તિકાઓ મોટા પ્રમાણમાં હોવાનું જણાય છે. જેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રાહ્યો છે.
વાઈરલ વીડિયોથી ચર્ચા શરૂ:
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાઈ છે કે, ચોકસી માર્કેટની મલ્ટી લેવલ પાર્કિંગમાં ગાડીઓ પાર કરવામાં આવી હતી. જ્યાં કારમાંથી જે સામગ્રી મળી છે. તેની જાણ થતા આપની ટીમ સક્રિય થઈ ગઈ છે. આપની ટીમ સાથે વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પહોંચી ગયા હતા. વાઈરલ વીડિયોમાં અલ્પેશ કથીરિયાની હાજરી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અલ્પેશ કથીરિયા પોતે કહી રહ્યા છે કે, ભાજપની પત્રિકાઓ છે અને દારૂની બોટલ પણ છે.
રૂપિયા આપીને પત્રિકા વિતરણનો આક્ષેપ:
આ વીડિયોમાં અલ્પેશ કથીરિયા કહી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આચાર સહિતા લાગુ થયા બાદ પણ વોચમેનનો ઉપયોગ કરીને મીની બજાર અને ચોકસી માર્કેટની આસપાસના વિસ્તારોમાં ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવા માટે રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. સાથે જ દારૂની બોટલોનું પણ વેચાણ થઈ રહ્યું છે. ચોકસી બજારના વેપારીઓનો ખુબ ખુબ આભાર કે, તેમણે પોતે મને આ બાબતની જાણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.