પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચી જવા પામી હતી. ખોડલધામ ચેરમેન નરેશ પટેલના રાજકારણ પ્રવેશ અંગે તેમના નિવેદનો અને રાજકીય હિલચાલ પરથી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો. ગુજરાતમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ રાજકારણ પ્રવેશ અંગે ચર્ચા ખૂબ તેજ થઈ છે ત્યારે, ગુજરાતના તમામ પક્ષો અને નેતાઓ દ્વારા નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ માટે આમંત્રણ આપી રહ્યા છે. બીજી તરફ બીજા નેતાઓ વિભિન્ન ટિપ્પણી અને નિવેદનો પણ આપી રહ્યા છે.
આ અંગે સૌથી પેહલા પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા એક ખુલ્લો પત્ર નરેશભાઇ પટેલને લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, તેમણે રાજકારણમાં આવવું જોઈએ ત્યારબાદ તેમના રાજકારણ પ્રવેશ અંગેની ચર્ચાઓ ખૂબ વધી ગઈ હતી. આ બાદથી તેમને તમામ પક્ષ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ તેમને સારું પદ અને મોભો આપવાની વાત સાથે સૌં કોઈ તેમને આવકારી રહ્યા છે.
આપના દિગ્ગજ નેતા ઈશુદાન ગઢવી એ નરેશભાઈને પંજાબ માંથી રાજ્યસભા ઇલેક્શન લડાવીને રાજ્યસભામાં મોકલવાની તૈયારી દર્શાવી છે. ત્યારે ભાજપના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પણ નરેશભાઇ પટેલને ભાજપ જેવા કર્મનિષ્ઠ પક્ષમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ તો નરેશભાઈ માટે છેલ્લા છ મહિનાથી લાલ જાજમ બિછાવીને બેઠું છે.
ત્યારે ગુજરાતના સ્થાનિક રાજકારણ અનેક નાના-મોટા યુવા નેતાઓ આ બાબતે આગળ આવ્યા છે.ખોડલધામ ચેરમેન નરેશ પટેલને આંદોલન સમયથી સુરત સાથે એક અતૂટ નાતો રહ્યો છે. તેઓ સુરતની અવારનવાર મુલાકાત લેતા રહે છે. ત્યારે સુરતના યુવાનો પણ ઈચ્છી રહ્યા છે કે, નરેશભાઇ પટેલે રાજકારણમાં આવવું જોઈએ. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં આ બાબતે વિવિધ પ્રેસ મીડિયા ટીવી અને ડિબેટમાં આ મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે.
ત્યારે ગઇકાલે એક ડિબેટમાં ભાજપના પ્રવકતા ડો. યજ્ઞેશ દવે અને પાસના નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે ડિબેટ દરમિયાન તું-તું, મેં-મેં થઈ ગઈ હતી. ભાજપના યજ્ઞેશ દવે અલ્પેશ કથીરિયાના સવાલોનો જવાબ ન આપી શકતા ગિન્નાયા હતા. શબ્દો પરથી સંયમ ખોઈ બેસતા જાતિવાદી, અને એકબીજા સમુદાય, અને સમાજના લોકો વચ્ચે વેરઝેરની ભાવના પ્રવેશે તેવી રીતે મનસ્વી નિવેદન આપતાં મામલો ગરમાયો હતો.
જેમાં ડો.યજ્ઞેશ દવે જાહેરમાં ના કહેવાના શબ્દો કહેતા અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ ના સમર્થકોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી, અને સમર્થકો ગુસ્સે થયા હતા. બાદમાં સોશિયલ મીડિયા દ્વારા બળાપો કાઢવામાં આવ્યો હતો. જેમાં લોકોએ યજ્ઞેશ દવે ને લઈને ઘણી બધી પોસ્ટ કરવામાં આવી હતી.તો ઘણા લોકોએ નેતાને સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘેરી લીધા હતા.
ત્યારે ધનજી પાટીદાર નામના એક યુવાને તો ડો.યજ્ઞેશ દવેને ફોન કોલ કર્યો હતો અને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફોનમાં તેમની પાસે જવાબ માંગ્યો હતો ત્યારે, પણ નેતાજી જવાબ નોહતા આપી શકતા અને ઠાગા ઠૈયા કરી રહ્યા હતા. તેઓ કઈ બોલતા નથી ત્યારે સમર્થકે ડિબેટમાં બોલેલા શબ્દો દ્વારા રોકડું તેમને પરખાવી દીધું હતું કે, “નરેન્દ્ર મોદીની પીપુડી પકડીને ચાલતી ભાજપ પાસે મોદી સાહેબ ન હોય તો શું થાય?”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.