સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે મેડિકલ શિક્ષણ વિભાગે મ્યુકરમાઈકોસિસના 242 દર્દીઓના મૃત્યુનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો છે જે વ્યક્તિની ડાયાબિટીસની તીવ્રતા વધુ હોય અને કોરોનાની સારવારમાં એન્ટિબાયોટીક્સ અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓના મૃત્યુનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના કુલ આંકડાઓ મુજબ, મ્યુકરમાઈકોસિસના 13 % દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા છે. મેડિકલ કોલેજમાં દાખલ થયેલા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ 16 % હોવાનું સામે આવ્યું છે.
રાજ્યની 18 જેટલી સરકારી મેડિકલ કોલેજમાં 23 ઓગસ્ટ સુધી 18,057 દર્દીઓની મ્યુકરમાઈકોસિસનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એમાંથી 2876 દર્દીઓ સારવાર હેઠળ હોસ્પીટલમાં દાખલ થયા હતા. સારવાર હેઠળ દાખલ થયેલા 75 % એટલે કે 2151 દર્દીઓ સાજા થયા છે અને 16 % એટલે કે 476 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ મૃતકોમાંથી 242 દર્દીઓનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓમાંથી 76 % દર્દીઓ પર ઓપરેશન કરીને કાળી ફૂગને દુર કરવામાં આવી હતી.
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસ 10,088 લોકોને થયો હતો. એમાંથી 13 ટકા એટલે કે 1325 દર્દીઓના મૃત્યુ થયા હતા. મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ દર્દીઓ અને મૃત્યુ નાગપુર, પુણે, ઔરંગાબાદ અને મુંબઈમાં નોંધાયા છે. મેડિકલ શિક્ષણ વિભાગના અભ્યાસ મુજબ મૃતકોમાંથી લગભગ 63 % દર્દીઓ 50 વર્ષથી ઉપરના હતા. એમાં સૌથી વધુ 68 ટકા પુરુષ હતા. મૃતકોમાંથી 93 % દર્દીઓને અગાઉ કોરોનાનું સંક્રમણ થયું હતું. જેમાં મોટાભાગે 78 % દર્દીઓને ડાયાબીટીસ હોવાનું જાણવા મળ્યું છે. મ્યુકરમાઈકોસિસને લીધે મૃત્યુ પામેલા દર્દીઓ કોરોનાની સારવાર માટે અંદાજે 9 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. જેમાંથી લગભગ 75 % એન્ટિબાયોટીક્સ અને 81 % દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી. જેમાંથી 39 % દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા છેલ્લા થોડા દિવસથી ઓછી થઈ છે તેમ છતાં પણ જોવા જઈએ તો અત્યારે 1741 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.