ઘટના છે જ્યાં શનિવારની ખાળકુવા માં સફાઈ કરવા ઉતરે સાત લોકોના મૃત્યુ થયા છે. એ વાત ભૂલવી ન જોઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના થોડા સમય પહેલાં જ દલિતોના પગ ધોઈ ને તેમનો સન્માન કરવાનું એક નાટક રચ્યું હતું. સરકાર દલિતોના પગ ધોઈને નાટક તો કરી શકશે પરંતુ ગટર સાફ કરવા માટે ના સાધનો ખરીદવામાં રોકાણ કેમ નથી કરતી? મોદીજી ના પોતાના જ એક પુસ્તકમાં તેમણે લખ્યું છે કે ‘ગટરમાં ઉતરવાથી આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે’. આ આપણા રાજનેતાઓની માનસિકતા દર્શાવે છે.
પોલીસનું કહેવું છે કે જ્યારે સફાઈ કર્મચારી બહાર ન આવ્યા ત્યારે અન્ય લોકો તેમને શોધવા માટે ખાળકૂવામાં ઊતર્યા હશે.ગેસના કારણે ગૂંગળામણ થવાથી તમામ સાતનાં મૃત્યુ થયાં છે.
મૃતકો પૈકી મહેશભાઈ પાટણવાડિયા, અશોકભાઈ હરિજન, હિતેશભાઈ હરિજન તથા મહેશભાઈ હરિજન ડભોઈ પાસેના થુવાવી ગામના રેહવાસી હતા.
થુવાવી ગામના સરપંચ ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે અશોકભાઈ અને હિતેશભાઈ હરિજન પિતા-પુત્ર હતા અને થુવાવી ગામમાં અત્યારે ગમગીની છવાઈ છે.
તેઓ જણાવે છે કે ગામમાં 350-400ની દલિતોની વસતિ છે જેઓ વણકરવાસમાં રહે છે. તેમનું કહેવું છે કે આશરે 5-6 લોકો જ આ પ્રકારે સફાઈનું કામ કરતા હતા.
મૃત્યુ પામનાર એક મહેશ હરિજનના પરિવારમાં માતા-પિતા રહ્યા નથી, માત્ર તેમની પત્ની છે એવી માહિતી પણ તેઓ આપે છે.
જ્યારે વિજયભાઈ ચૌધરી અને સહદેવભાઈ વસાવા સુરતના ઉમરપાડા તાલુકાના હતા તથા અજયભાઈ વસાવા નેત્રંગ તાલુકાના હોવાનું જાણવા મળે છે.
પોલીસ સબઇન્સ્પેક્ટર કે. એમ. વાઘેલા જણાવે છે કે સાત મૃતકો પૈકી ત્રણ સફાઈ કર્મચારીઓ હતા, એક ડ્રાઇવર અને અન્ય ત્રણ હોટલના કર્મચારીઓ હતા. તમામ મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ડભોઈ પોલીસ તથા અગ્નિશમન અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ખાળકૂવામાંથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
પોલીસે ડભોઈ સ્થિત હોટલના માલિક હસન અબ્બાસ ભોરાનિયા પર કેસ દાખલ કર્યો છે.
નેશનલ સફાઈ કર્મચારી પંચની એક રિપોર્ટ મુજબ, 1993થી લઈને 2018 સુધીમાં ગુજરાતમાં ગટરમાં ઊતરવાને કારણે 122 લોકોનાં મૃત્યુ થયાં છે. આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.