મિઝોરમના સિયાહા જિલ્લાના તિસોપી ગામ ના લોકોએ રવિવારે ડીએમ ચૌધરીને પાલખી ઉપર બેસાડ્યો હતો. અહીં જિલ્લા મેજિસ્ટ્રેટ ભૂપેશ ચૌધરી રસ્તાના કામનું નિરીક્ષણ કરવા 15 કિ.મી. ટ્રેકિંગ કરીને પહોંચ્યા. તેનાથી ખુશ થઇને ગામવાસીઓ તેમને પાલખી પર બેસાડીને 600 મી. સુધી લઇ ગયા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પહેલી વાર કોઇ ડીએમ ગામમાં પહોંચ્યા હતા. તિસોપી ગામ સિયાહા જિલ્લાના સૌથી અંતરિયાળ ગામો પૈકી એક છે. અહીં પાકા રસ્તા પણ નથી. થોડા દિવસ અગાઉ ભૂપેશ ચૌધરીનું જિલ્લામાં પોસ્ટિંગ થયું તો તેમણે 15 કિ.મી.નો રસ્તો બનાવવા આદેશ આપ્યો, જેનું કામ પણ શરૂ થઇ ગયું. ભૂપેશ ચૌધરી તેનું જ નિરીક્ષણ કરવા ત્યાં પહોંચ્યા. આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવાઇ રહ્યો છે.
હું રોકવા માગતો હતો પરંતુ લોકો ને ખોટું લાગી શકે તેમ હતું:
ડીએમ ભૂપેશ ચૌધરીએ કહ્યું- ગામની વસતી માત્ર 400ની છે. અહીંના લોકો ખેતી પર નિર્ભર છે. રોડનું નિરીક્ષણ કરતા કરતા હું જેવો ગામ નજીક પહોંચ્યો તો ગ્રામીણોએ પાલખી પર બેસાડી દીધો. તેમને રોક્યા હોત તો તેમને ખોટું લાગે તેમ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.