તમારા દિવસની શરૂઆત તમારા આખા દિવસ ના મૂડ પર ડિસાઈડ થતી હોય છે. ઘણીવાર સવારે કોઇ કારણથી મૂડ ખરાબ થતા આખો દિવસ બગડતો હોય છે. અમુક વસ્તુઓ ખાવાથી પણ વ્યક્તિનું મૂડ ખરાબ થઈ શકે છે. ભૂખ્યા પેટે સવારે કેટલીક વસ્તુઓના સેવન કરવાથી તમારે બચવું જોઈએ.
લોકોના સવારની શરૂઆત ચા કોફી થી હંમેશા થતી હોય છે પણ ભૂખ્યા પેટે ચા-કોફી પીવાથી તમને એસિડિટી થઇ શકે છે. જેનાથી પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. જો તમે સવારે જ્યારે પણ ચા પીવો તો બ્રેડ બિસ્કીટ નો સેવન જરૂર કરવું જોઈએ. ફળમાં વિટામીન એ,બી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે પણ ખાલી પેટે સફરજન ખાવું નુકસાનકારી હોઈ શકે છે.
સલાડ આરોગ્ય માટે ખૂબ જ સારું છે અને તે ખાવું જોઈએ પણ સવારે ભૂખ્યા પેટે સલાડ નું સેવન કરવાથી ગેસ, એસીડીટીની સમસ્યા થઈ શકે છે. કોઈને હાર્ટબર્ન ની સમસ્યા થઈ શકે છે. જાયફળનું સેવન આરોગ્યની સામે ખૂબ જ સારું છે પણ તેને ભૂલથી પણ ખાલી પેટે સેવન કરવું જોઇએ નહીં તેનાથી પેટ દુખાવાની સમસ્યા થઈ શકે છે. ટમેટા નું સેવન ખાલી પેટે ન કરવું જોઈએ કારણ કે તેની તાસીર ગરમ હોય છે જેનાથી તમારી છાતી માં બળતરા કે એસિડિટી થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.