રીઝર્વેશન ઈફેક્ટ:પોઈઝનથી પીડિત દર્દીનું પેટ સાફ કરવા માટે સીધી પાણીની બોટલ ચઢાવી..

આપની વચ્ચે એક બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે.જવાહરલાલ નેહરુ હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં ડોક્ટરોની બેદરકારી લોકો સામે આવી છે. તમને જણાવી દઈએ કે એક મહિલાના શરીરમાંથી અખાદ્ય પદાર્થ બહાર કાઢવા માટે ગેસ્ટ્રિક લવાજ(પેટ સાફ કરવા માટેની એક પ્રક્રિયા)કરવાની પ્રોસેસને જ બદલી દીધી હતી.અહી ઉલ્લેખનીય છે કે ડોક્ટરોએ સીધા પીવાની પાણીની બોટલને આઈવી સેટ સાથે જોડીને સારવાર શરૂ કરી દીધી હતી. આવી પરિસ્થિતીમાં વ્યક્તિને સંક્રમણનો ડર રહે છે.

તમને જણાવી દઈએ કે નિષ્ણાતોના કહ્યાં પ્રમાણે, પીડિત દર્દીઓ માટે ગ્લૂકોઝની બોટલ અને કીપ(ગેસ્ટ્રિક લવાજ ટ્યૂબ)દ્વારા પેટની સફાઈ કરવી જોઈએ. ડોક્ટરના કહ્યાં પ્રમાણે, આ પ્રક્રિયા યોગ્ય છે. અને આનાથી શરીરની અંદર જમા થયેલો અખાદ્ય પદાર્થ શરીરની બહાર નીકળી જાય છે, કારણ કે જેટલી ઝડપે શરીરમાં પાણી જશે એટલી જ ઝડપથી પાણી બહાર આવશે.

મળતી માહિતી અનુસાર દર્દીએ જણાવ્યું કે, અહીં તો સીધે સીધી પાણીની બોટલ જ મને ચઢાવી દીધી હતી. અહી ગ્લૂકોઝની બોટલમાં પાણી નાખવાને બદલે સીધા પાણીની જ બોટલને મોઢા સાથે લગાવાયેલા રાઈડ ટ્યૂબમાં લગાવી દીધી હતી.અને જેનાથી ગ્લૂકોઝની જેમ ધીમે ધીમે પાણી જઈ રહ્યું હતું.

હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, અત્યાર સુધી સીનિયર નર્સિંગ સ્ટાફ આ પ્રોસેસથી જ દવા કરે છે.અહી દર્દીનું પેટ સાફ કરવા માટે પાણીની બોટલમાં સીધા જ આવી રીતે સેટ સાથે જોડીને પેટ સાફ કરાઈ રહ્યું છે. પાણીની બોટલમાં પ્રેશર ઝડપથી ન આવતું હોવાના કારણે કોઈ ગેંરટી નથી કે પેટ આખુ સાફ થયું છે કે કેમ ?

દર્દીના પેટ સાફ કરવા માટે એક પ્રક્રિયા છે જેની મદદથી દર્દીની સારવાર શરુ કરવા માટે સૌથી પહેલા એનું પેટ સાફ કરવામાં આવે છે જેથી શરીરની અંદર કોઈ અખાદ્ય પદાર્થ રહી ન જાય.આ સાચી પ્રક્રિયામાં પેટમાં વધારે પ્રમાણમાં પાણી જાય તેના માટે ઓછામાં ઓછા આઠથી દસ લીટર મિનરલ વોટરની બોટલ મંગાવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે પેટ સાફ કરવા માટે સામાન્ય રીતે કીપ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્રિપ પ્રોસેસમાં એન્ડોસ્કોપીની જેમ મોટી નળીને મોઢા દ્વારા જ પેટમાં નાખવામાં આવે છે. અહી ઉલ્લેખનીય છે કે પાણી ઝડપથી પેટમાં જવાના કારણે અખાદ્ય પદાર્થ ઉલટી બહાર આવી જાય છે, પરંતુ ઘણી વખત ઉલટીની ઓક્સિજનની નળીમાં જવાનો ભય રહી જાય છે. દર્દી વારંવાર પાઈપ કાઢવા માટે સહયોગ આપી શકતો નથી. આ જ કારણે આ પદ્ધતિનો ઉપયોગ ખુબ જ ઓછો કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *