રસોઈ ગેસના બાટલાના ભાવમાં ભડકો- જાણો વધીને ક્યા પહોચ્યા ભાવ

ઘરેલુ એલપીજી સિલિન્ડર(LPG cylinder)ની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. નવી કિંમત આજ (મંગળવાર)થી લાગુ થશે. 6 ઓક્ટોબર 2021 પછી ઘરેલુ LPG cylinderના દરમાં વધારો થયો છે. આજથી દિલ્હી(Delhi)માં ઘરેલુ LPG cylinderની કિંમત 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે.

કયા શહેરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત કેટલી ?
તમને જણાવી દઈએ કે જો તમે હવે મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદો છો, તો તમારે 949.50 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે કોલકાતામાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદો છો, તો તમારે 976 રૂપિયા ચૂકવવા પડશે. અહીં પહેલા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 926 રૂપિયા હતી. આ સિવાય ચેન્નાઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 915.50 રૂપિયાથી વધીને 965.50 રૂપિયા થઈ ગઈ છે.

લખનઉ અને પટનામાં LPG સિલિન્ડરની કિંમત કેટલી?
આ સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 938 રૂપિયાથી વધીને 987.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે બિહારના પટનામાં હવે તમને ઘરેલુ એલપીજી સિલિન્ડર 1039.5 રૂપિયામાં મળશે, જે પહેલા 998 રૂપિયામાં મળતું હતું.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ થયો ભાવ-વધારો:
નોંધનીય છે કે ડીઝલ-પેટ્રોલના ભાવમાં પણ લાંબા સમય બાદ ફરી એકવાર વધારો થયો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. વધેલા ભાવ આજથી (મંગળવાર)થી લાગુ થઈ ગયા છે.

જાણી લો ડીઝલની કિંમતમાં જથ્થાબંધ ગ્રાહકો માટે ઘણો વધારો થયો છે. તેમાં અચાનક મોટો વધારો થયો છે, સીધો 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હોલસેલ ગ્રાહકોને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ક્રૂડ ઓઈલની કિંમતના કારણે થયો છે. વર્તમાન પેટ્રોલ અને ડીઝલના ભાવ તે સમયે છે જ્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $80 ની નજીક હતું. અત્યારે ક્રૂડ ઓઈલની કિંમત ઘટ્યા પછી પણ પ્રતિ બેરલ 100 ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *