પ્રમુખસ્વામી સાથે મળીને અબ્દુલ કલામે કહ્યું કે મેં મારું વચન પૂરું કર્યું, પ્રમુખસ્વામીના પવિત્ર રદય સાથે તેમના નિષ્કલંક ચરિત્ર ની મારા અંતઃકરણ ઉપર ઊંડી છાપ પડી ગઈ છે.
ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 20 જૂનના દિવસે થોડા વર્ષો પહેલા સારંગપુરમાં બીપી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રમુખસ્વામી મહારાજ સાથે સારંગપુર સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાત કરી હતી.
દિલ્હીના અક્ષરધામ મંદિરમાં પ્રમુખસ્વામી સાથે આધ્યાત્મિક વાર્તાલાપ બાદ તેમણે એક પુસ્તક લખ્યું હતું transcendence માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખસ્વામી.આ પુસ્તકની ભેટ કરતાં ડૉક્ટર કલામે કહ્યું દિલ્હીમાં મેં પ્રમુખ સ્વામી ઉપર એક પુસ્તક લખવાનું જે વચન આપ્યું હતું તે આજે પૂરું કર્યું.
પહેલી મુલાકાતમાં જ પડી ઊંડી છાપ.
પ્રમુખસ્વામી સાથે તેમની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કરતાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હું જ્યારે પહેલી વખત પ્રમુખસ્વામીના મળ્યો ત્યારે મને વિચાર આવ્યો કે કેવી રીતે એક સાધારણ ખેડૂતનો પુત્ર પ્રગતિ કરીને આખા વિશ્વમાં મહાનતાના રૂપમાં સ્થાપિત થયો છે.
તેનું કારણ તેમનું અત્યંત પવિત્ર રદય તેમજ નિર્મળ અંતઃકરણ છે. તે જ ક્ષણથી મારા મનમાં સ્વામીજી પ્રત્યે અપાર આદર ભાવ જાગી ગયો.
પ્રમુખસ્વામીના પવિત્ર હૃદય સાથે તેમણે નિષ્કલંક ચરિત્ર ની મારા અંતઃકરણ પર સારી છાપ પડી ગઈ.