જો તમે ઝડપથી વજન ઘટાડવા ઇચ્છો છો તો હવે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. ચરબી અને વજન ઓછું કરવા માટે હવે તમે ઘરે જ આયુર્વેદિક પીણુ સરળતાથી તૈયાર કરી શકો છો. તે તમારી મદદ કરશે અને આ આયુર્વેદિક પીણુ ગોળ અને લીંબુની મદદથી તૈયાર થાય છે અને તમે પણ તેને સરળતાથી બનાવી શકો છો.
એક ગ્લાસ હૂંફાળું પાણી લો અને તેમાં એક ચમચી ગોળ મિક્સ કરો. આ સારી રીતે મિક્સ થાય એટલે તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. બંનેને એક વાર ફરીથી સારી રીતે હલાવી લો. તમારું પીણું મિનિટોમાં તૈયાર થઈ જશે. આ પીણું તમે રોજ ખાલી પેટે ઉપયોગમાં લેશો તો ફાયદો થશે.
ગોળ મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. તેનાથી વજન ઘટે છે અને મદદ મળે છે. ગોળ માં પ્રોટીન અને ફાઇબર પણ હોય છે બંને પૌષ્ટિક તત્વો વજન ઘટાડવા માટે સૌથી મહત્વનું કામ કરે છે.
લીંબુ શરીરની સફાઈ કરીને વજન ઘટાડવાનું કામ કરે છે. તેમાં મળનારા પોલીફેનલોલ એન્ટિઓક્સિડન્ટ્સ વજનને વધતું રોકવામાં મદદ કરે છે.આ એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં ફેટને સંચય રોકવામાં અને સાથે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને લીંબુ પાચન અને શ્વસન તંત્રને સાફ રાખવામાં મદદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.