પૈસાની જરૂર હોય તો અત્યારે જ કરો… ઘરેબેઠા થશે ધોમ કમાણી

જો તમારી સેલરી મહિનાના અંતમાં ખતમ થઇ ગઇ છે અને તમને પૈસાની જરૂર પડી છે. તો તમારે કોઇ મિત્ર કે સંબંધી પાસેથી રૂપિયા ઉધાર લેવાની કોઈ જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોનથી પણ પૈસા મેળવી શકો છો. એક અનોખી રજૂઆત એરટેલ અને રિલાયન્સ જિયો બંનેએ કરી છે. જેમાં કોઇપણ યુઝર જે પોતાના મિત્ર કે પરિવારના કોઇ એકના ફોન નંબરને રિચાર્જ કરે છે. તો કમિશન અને ક્રેડિટ કમાઇ શકે છે. એક રીતે Airtel અને Jio બંનેનો લક્ષ્ય લાખો યુઝર્સને વધુ પૈસા કમાવામાં પગભર કરવાનો છે. કોરોનાની મહામારી દરમિયાન લોકો માટે આ ખૂબ જ મહત્વની તક છે.

એરટેલે એક એવી સુવિધા એરટેલ થેંક્સ એપની અંદર શરૂ કરી છે. જેમાં કોઇપણ યુઝર અન્યના એરટેલ નંબરને રિચાર્જ કરી શકે છે અને 4 ટકા સુધી કમીશન મેળવી શકે છે. જો યુઝર A યુઝર Bના એરટેલ નંબરને 100 રૂપિયાથી રિચાર્જ કરે છે, તો પેમેન્ટ કરતી વખતે યુઝર Aએ ફક્ત 96 રૂપિયા જ આપવા પડશે. એટલે કે, દરેક રિચાર્જ પર સીધા 4 ટકાની કમાણી થશે. એરટેલ થેંક્સ એપની અંદર આ કાર્યક્ષમતાને સુપરહીરો કહેવામાં આવે છે. પેમેન્ટ વિભિન્ન ઓનલાઇન પેમેન્ટ ઓપ્શન જેવા કે યુપીઆઇ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, પેટીએન, એમેઝોન પેના માધ્યમ દ્રારા થાય છે. એરટેલ પેમેન્ટ્સ બેંક હંમેશા ડિફોલ્ટ પેમેન્ટ વિકલ્પ રૂપે હોય છે.

એક આવી જ ઓફર રિલાયન્સ જિયોએ પણ લોન્ચ કરી છે, જેમાં એક સમર્પિત એપ લોન્ચ કરવામાં આવી છે, જેને જિયો પીઓએસ લાઇટ એપ કહેવામાં આવે છે. Jio દ્વારા Google Playstore પેજ પર શેર કરવામાં આવેલી જાણકારી મુજબ, આ એપ પર કોઇપણ 10 મિનિટની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને અન્ય લોકો માટે Jio નંબર રિચાર્જ કરી શકે છે. પહેલા યુઝર્સને ઇન-બિલ્ટ વોલેટમાંથી પૈસા જોડવા પડશે અને પછી તે અન્ય Jio નંબરોને રિચાર્જ કરવામાં સક્ષમ થશે. અન્ય ફોન નંબરોને રિચાર્જ કરવાથી અર્જિત કમિશન સીધા JioPOS લાઇટ એપના વોલેટમાં જમા કરવામાં આવશે. રિચાર્જ રકમના આધારે કમિશનની રકમ અલગ અલગ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *