જાણવા મળી રહ્યો છે કે, ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયા પછી હવે ખાદ્ય તેલની કિંમતો પણ ઘટી શકે છે. આ પગલુ સરકાર તરફથી ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવા માટે મહત્વનું છે. માહિતી અનુસાર, ઘણાં તેલોના ભાવ એક વર્ષ સુધી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં ગયા મહિને પણ ઘટાડો થયો હતો.
હાલના સરકારના આ નિર્ણય પછી ક્રૂડ પામ ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યુટી 30.25 ટકાથી ઘટીને 24.75 ટકા, ક્રૂડ ડીગમ્ડ સોયાબીન તેલ પર 30.25 ટકાથી ઘટીને 24.75 ટકા અને ક્રૂડ સન ફ્લાવર ઓઈલ પર 30.25 ટકાથી ઘટીને 24.75 ટકા, આરબીપી પામ ઓઈલ પર 41.25 ટકાથી ઘટીને 35.75 ટકા અને રીફાઈન્ડ સોયાબીન ઓઈલ પર 41.25 ટકાથી ઘટીને 35.75 ટકા નોંધવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે ખાદ્ય તેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાની વચ્ચે રાજ્યોને જણાવ્યું હતું કે, તેઓ છૂટક વેપારીઓને ગ્રાહકોના લાભ માટે દરેક ખાદ્ય તેલ બ્રાન્ડની કિંમતોનું મુખ્ય રીતે પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, જથ્થાબંધ વ્યાપારી, મિલ માલિક અને તેલ રિફાઈનિંગના સ્તરે કોઈ પણ તેલની સંગ્રહખોરી કરનાર વિરુધ કાર્યવાહી કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.