ભારત દુનિયાની સૌથી મોટું લોકતંત્ર છે. તેના કારણે જ અહીંયા યોજાતી ચૂંટણીઓમાં પણ મોટાપાયે ખર્ચ કરવામાં આવે છે .એટલું જ નહીં અહીંયાનો ચૂંટણીનો ખર્ચ દુનિયાના બાકીના દેશોની સરખામણીમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે .દેશની પહેલી લોકસભાની ચૂંટણીમાં મતદાર દીઠ ખર્ચ 60 પૈસા આવ્યો હતો, જે 2019માં 55 રૂપિયા એપહોંચી ગયો છે .ભારતીય લો કમિશનર એકસાથે ચૂંટણી યોજવા માટે કરેલી ભલામણ પાછળના સૌથી મોટા કારણોનું એક કારણ વધતુ જતુ ચૂંટણી ખર્ચ પણ છે.
1952માં પહેલી વખત ભારતીય લોકસભાની ચૂંટણી યોજાઇ હતી .એ વખતે ચૂંટણી યોજવાનો ભારતીય તંત્ર નો પહેલો અનુભવ હતો. મતદાન પત્ર છપાવાથી માંડીને ચૂંટણી તૈયાર કરવાનો પહેલો અનુભવ જોતા બજેટ એ પ્રમાણે જ અંદાજવામાં આવ્યું હતું. એ વખતે ચૂંટણી યોજવા માટેનું બજેટ 10.45 કરોડ રૂપિયા નક્કી કર્યું હતું .જોકે બીજી ચૂંટણીમાં એ બજેટ ઘટીને અડધું થઈ ગયું હતું .એ બાદ ચૂંટણી બજેટમાં સતત વધારો થતો રહ્યો છે.
આપણે ત્યાં લોકસભાની ચૂંટણી યોજવા પાછળ થતા ખર્ચની જવાબદારી કેન્દ્ર સરકાર ઉઠાવે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી પાછળનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે .જો લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી યોજાય તો કેન્દ્ર અને રાજ્ય સરકાર સરખે હિસ્સે ખર્ચ ભોગવે છે.
1977માં ચૂંટણીનું બજેટ એ પહેલા યોજાયેલી ચૂંટણી કરતા બમણું થઇ ગયું હતુ .1971માં ચૂંટણીખર્ચ 11. 61 કરોડ રૂપિયા હતો , જે વધીને 1977માં વધીને 23.03 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો .જ્યારે 1977માં મતદાર દીઠ 71 પૈસા ખર્ચ થયો હતો ,જે 1980માં વધીને દોઢ રૂપિયો થઈ ગયો હતો.
હવે અંદાજ એવો છે કે 2019 ની લોકસભાની ચૂંટણીમાં આ ખર્ચ વધીને ૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય એમ છે .મતલબ કે 9067 ટકાનો વધારો થયો છે .જોકે તેમાં રૂપિયાના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવ્યું છે .2009માં આ ચૂંટણીમાં રૂપિયા ખર્ચ થયો હતો જ્યારે 16 મી લોકસભા માટે ખર્ચ 241 ટકાના વધારા સાથે 41 રૂપિયા પર પહોંચી ગયો હતો.