સુરતમાં છ મહિના પહેલા પિતાનું મોત અને આજે માનસિક તણાવમાં ડૂબેલા દીકરાએ પણ જીવન ટુકાવ્યું

સુરત(ગુજરાત): એક સિવિલ ઇજનેરે સુરતના પાર્લે પોઇન્ટ ગોકુલ રો હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતાનું કોરોના મહામારીમાં 6 મહિના પહેલાં મૃત્યુ થયા પછી ઋષિત માનસિક તણાવમાં રહેતો હતો. ઋષિત લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો હતો. નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી ચાલતી મહામારીની બીમારીને લઈ ઋષિત આર્થિક ભીંસમાં આવી જતાં વધુપડતો તણાવમાં રહેતો હતો. પરિવારે ઋષિતના આપઘાતનો લઈ મૌન ધારણ કર્યું હતું.

પોલીસ સૂત્ર દ્રારા જાણવા મળ્યું હતું કે, બુધવારની મોડી સાંજે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલ રો હાઉસના એક બંગલામાં ઋષિત ઝવેરીનો મૃતદેહ પંખા પર ચાદર સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારની પૂછપરછમાં કરતા જાણવા મળ્યું હતું કે, ઋષિત સિવિલ ઈજનેર હોવાનું અને લેબર કોન્ટ્રેકટર તરીકે કામ હતો.

નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે, ઋષિત એક મહેનતુ અને પ્રામાણિક મિત્ર હતો. કોરોના મહામારીને લઈ વેપારધંધા પડી ભાંગતાં બેકાર થઈ ગયો હતો. તેથી આર્થિક ભીંસને લઈ માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો. તેના પિતાનું પણ મહામારીમાં લગભગ 6 મહિના પહેલાં મૃત્યુ થયા પછી ઋષિત તણાવમાં રહેતો હતો. ઋષિતના આપઘાત પાછળ બેરોજગારી અને આર્થિક ભીંસ જવાબદાર કહી શકાય છે.  ગ્રુપના ઘણા મિત્રોએ ઋષિતને આર્થિક રીતે મદદ પણ કરી હતી. જોકે હાલ તેના આપઘાતના અંતિમ પગલાને લઈ તમામ મિત્રોએ એક સારો મિત્ર ગુમાવી દેતાં શોક વ્યક્ત કરી રહ્યા છે. સિવિલના પીએમ રૂમમાં ઉંદરોએ ઋષિતના મૃતદેહને કોતરતા પરિવાર રોષે ભરાયો હતો.

બુધવારની મોડી સાંજે ઋષિત ઝવેરી નામના સિવિલ ઇજનેરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા પછી પોલીસ પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ આવી હતી. આખી રાત પોસ્ટ મોર્ટમ રૂમમાં રહેલા ઋષિતના મૃતદેહને ઉંદરો કોતરી હોવાનું હાથ પરથી નિશાન મળી આવતા પોસ્ટ મોર્ટમ કરનાર ડોકટરો પણ ચોંકી ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *