સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે.
હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા માટે છે.
કેળાની છાલ ગળા ની આજુબાજુ બાંધવાથી કાકડા મટે છે.
હળદર અને ખાંડ એક ચમચી લઇ તેની ફાકી મારી તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.
ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.
દ્રાક્ષ ને સારી રીતે લસોટી ,ઘી અને મધમાં મેળવી ચાટણ બનાવી જીભ પર ચોપડવાથી જીભ પર કાતરા પડી ગયા હોય તો તે મટી જશે.
તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી મોની દુર્ગંધ મટે છે.
કંઠમાળ ઉપર જવના લોટમાં લીલી કોથમીરનો રસ મેળવીને દર રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.
લસણને ખૂબ લસોટી,મલમ જેવું કરી કપડાં પર લગાડી ,પટ્ટી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.
લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
કાંદાનું કચુંબર ,જીરુ અને સિંધવ નાખીને ખાવાથી ગળું સાફ રહે છે.
ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલી જાય છે.
પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે તો ઉઘડી જશે.
રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો તે ઓગળી જશે.
બોરડીની છાલનો ટુકડો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ઊડી જશે.
ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલ્લી જશે.
સાકરની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ઊડી જશે.
લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે અને અવાજ બેસી ગયો હોય તો તે ઊડી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news