ગુજરાતી ફિલ્મોનાં જાણીતા અભિનેતા અને ગુજરાતી કવિ,નાટ્યલેખક,નવલકથાકાર અને ‘જન્મભૂમિ’ સમાચારપત્રના ભૂતપૂર્વ તંત્રી સ્વ.હરિન્દ્ર દવેના પુત્ર દીપક દવેનું અમેરિકાના ન્યુયોર્કમાં હાર્ટએટેક નાં કારણે મૃત્યુ થયું છે.તેમણે ન્યુયોર્કના ભારતીય વિદ્યા ભવનની ઓફિસમાં છેલ્લાં શ્વાસ લીધા હતા.દીપક દવેના નિધનથી ભારતીય સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે.
Deeply shocked and saddened by the sudden death of a friend and theatre thespian in New York #DeepakDave. He also was running #BhartiyaVidyaBhavan there. He was cultured, humble and extremely helpful. Can’t believe he is no more. My deep condolences to his family. Om Shanti. ? pic.twitter.com/CVrjgOFmk7
— Anupam Kher (@AnupamPKher) June 30, 2020
દીપક દવે એક ઉમદા અભિનેતા તો હતા જ,સાથે-સાથે જ તેમનાં અવાજને કારણે પણ તેઓ ખુબ પ્રખ્યાત થયાં હતા. તેઓ વીઓ-ડબિંગ આર્ટીસ્ટ તરીકે પણ કાર્ય કરતાં હતા.1998માં ‘નાનો દિયરીયો લાડકો’ફિલ્મથી તેઓએ ગુજરાતી ફિલ્મોમાં પોતાની શરૂઆત કરી હતી.તેઓએ 70થી વધુ નાટકો કર્યા છે, તો 9થી વધુ ફિલ્મોમાં તેમણે કામ પણ કર્યું છે.આ ઉપરાંત પણ તેઓએ 15 જેટલી ટીવી સિરિયલોમાં અભિનય કરી ચૂક્યા છે.ફક્ત ગુજરાતી જ નહીં પણ તેઓએ અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના નાટકોમાં પણ અભિનય કર્યો હતો.દીપક દવેના ‘ચિંગારી’ નાટકને દર્શકોની ખૂબ પ્રશસા મળી હતી.
વર્ષ 2003માં દીપક દવેએ ભારતીય વિદ્યા ભવન,મુંબઈ સાથે મળીને ડિરેક્ટર ઓફ પ્રોગ્રામ્સમાં જોડાયા હતા.આ સંસ્થા વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના પ્રચારનું કામ કરે છે.બાદમાં તેમણે ભારતીય વિદ્યા ભવન,USAમાં મેનેજર ઓફ પ્રોગ્રામ્સ તરીકે તેમણે કામ શરૂ કર્યું હતું.વર્ષ 2008થી તેઓ અહીં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદને શોભાવી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news