પહેલીનું મૃત્યુ થાય, તેની સાથે સંબંધ તુટી જાય તો ઘણા લોકો બીજા લગ્ન કરતા હોય છે. જીવનની એકલતા દૂર કરવા, પહેલી પત્નીથી બાળક હોય તો તેની સંભાળ માટે લગ્ન કરવામાં આવે છે. પરંતુ આ લગ્ન નાની ઉંમરના લોકો જ કરતા હોય છે. આજસુધી તમે સાંભળ્યું હતું કે 75 વર્ષના વૃદ્ધને બીજા લગ્ન કરવા હોય ? ન સાંભળ્યું હોય તો આજે જાણવા મળશે તમને આવી વિચિત્ર ઘટના વિશે.
તસ્વીરો પ્રતીકાત્મક છે
ઉત્તરપ્રદેશના બરેલીના સીબીગંજ વિસ્તારમાં રહેતા 75 વર્ષના વૃ્ધ્ધ અને 8 વિવાહિત બાળકોના પિતા પર બીજા લગ્ન કરવાની ધૂન સવાર થઈ હતી. જ્યારે તેના પરીવારના લોકોએ આ વાતની ખબર પડી તો તેમના હોશ ઊડી ગયા અને પછી તેમણે તે વૃદ્ધને સમજાવવાનો ખૂબ પ્રયત્ન પણ કર્યો. તેના બાળકો પણ જ્યારે બીજા લગ્નનો વિરોધ કરવા લાગ્યા તો તેણે ભયાનક પગલું ભર્યું. આ વૃદ્ધએ લગ્ન ન કરી શકવાના દુખમાં આત્મહત્યા કરી લીધી.
અરશદ નામના 75 વર્ષના વ્યક્તિનો લગ્ન કરવા માટે પરીવાર સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેણે પંખા પર લટકાઈ અને પોતાનું જીવન ટુંકાવી લીધું. અરશદની પહેલી પત્નીનો મોત થયું હતું. તેને સંતાનમાં પાંચ દીકરા અને ત્રણ દીકરીઓ છે. તેના તમામ સંતાનો વિવાહીત છે અને તેમના ઘરે પણ સંતાન છે. વૃદ્ધાવસ્થાએ પહોંચી જ્યારે તેણે પોતાના બીજા લગ્નની ઈચ્છા વિશે પરીવારના લોકોને જણાવ્યું તો તે વાતનો વિરોધ થયો અને આ વાતનો તેનો અંત અરશદના મૃત્યુ સાથે આવ્યો.