કોરોના વાયરસના કારણે ઈરાનમાં અત્યાર સુધી 14,991 લોકો બીમાર થઈ ચૂક્યા છે. જ્યારે 853 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ઇરાનની જેલમાં મોટી સંખ્યામાં કેદીઓ બંધ હતા. જ્યાં કોરોના વાયરસ ફેલાય તો ભારે મુસીબત આવી જાત.એટલા માટે ઈરાને પોતાની જેલમાંથી આજે એટલે કે 17 માર્ચ 2020 ની વહેલી સવારે પોતાની જેલમાંથી કેદીઓ ને છોડી દીધા.આ તસવીર 29 ઓક્ટોબર 2019ની છે જ્યારે પીપલ મુજાહિદ્દીન નામની સંસ્થાએ પેરિસમાં ઈરાનમાં બંધ રાજનીતિ કેદીઓની તસવીરોની પ્રદર્શનની લગાવી હતી.
એટલા માટે ઈરાનની સરકારે લગભગ એક અઠવાડિયા પહેલા આ નિર્ણય લીધો હતો કે તે પોતાની જેલમાંથી કેદીને છોડશે. આજે એટલે કે 17 માર્ચ 2020 એ તેણે પોતાની કેદમાં રહેલા 85000 કેદીઓને છોડી દીધા છે.
ઈરાન સરકારે પોતાના 85000 કેદીઓને અસ્થાયી રીતે છોડ્યા છે. ઈરાનની ન્યાયપાલિકાના પ્રવકતા ઘોલામહુસૈન ઈસ્માઈલી એ કહ્યું કે જેટલા પણ કેદીઓ હતા તેમના 50% સુરક્ષા સંબંધી ગુનાના અપરાધી છે.
ઘોલામહુસૈન ઈસ્માઈલીએ કહ્યું કે જેલમાં બંધ અને છોડવામાં આવેલ કેદીઓ વચ્ચે ઝઘડા ન થાય એટલા માટે અમે તૈયારી કરી રાખી હતી. છોડવામાં આવેલ કેદીઓમાં રાજનીતિ કેદી પણ મોટી માત્રામાં સામેલ છે.
૧૦ માર્ચે ઈરાનમાં સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂતે ઈરાન સરકારને કહ્યું હતું કે જેલોમાં બંધ કેદીઓને છોડી દેવામાં આવે. જેથી જેલોમાં બંધ કેદીઓ માંથી કોઈને પણ કરવાનું સંક્રમણ ન થાય. કેમકે ક્યાં સંક્રમણ ફેલાયું તો આફત આવી જશે.
તમને જણાવી દઈએ કે ઈરાન દુનિયાનો ત્રીજો દેશ છે જ્યાં સૌથી વધારે સંક્રમિત લોકો અને સૌથી વધારે મૃત્યુ કોરોના વાયરસના કારણે થયા તેનાથી ઉપર ઇટલી અને તેનાથી ઉપર ચીન છે.
ઇરાનની જેલમાં કેદીઓની સંખ્યા ખૂબ વધારે છે અને ભરાયેલી છે ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે કેદીઓને અસ્થાયી સમય સુધી છોડવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સિક્યોરિટી પ્રિઝનર એટલે કે જે કેદીઓને પાંચ વર્ષથી વધારેની સજા સંભળાવવામાં આવી છે તેમને છોડવામાં આવ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.