real gold coated ice cream:
ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે સોનાના ભાવની તો સોનાનો ભાવ લોકોને દઝાવી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પણ ડાયમંડ નગરી ગણાતા સુરતમાં (Diamond City Surat) રિયલ ગોલ્ડ કોટેડ આઈસ્ક્રીમ (Real gold coated ice cream) બનાવામાં આવ્યો છે.
સુરતના એક ડોક્ટર પરિવારે તબીબી પ્રેક્ટિસની સાથે સાથે ખાવા-પીવાના શોખીન સુરતીઓ માટે રિયલ ગોલ્ડ કોટેડ આઈસ્ક્રીમ બનાવ્યો છે. આ એક આઈસ્ક્રીમનો ભાવ એક હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે. અત્યારસુધી આપણે આઈસ્ક્રીમના અલગ અલગ અનેક ફ્લેવરો જોયા હશે, પરંતુ આ પ્રકારનો આઈસ્ક્રીમ સૌપ્રથમ વખત ડોક્ટર પરિવારે સુરતીઓ માટે બનાવ્યો છે.
આ સોનાની વરખવાળો આઈસ્ક્રીમ બનાવવા માટે રિયલ સોનાની વરખના દાણા (દાગડી) વાળો આઈસ્ક્રીમનો કોન લેવામાં આવે છે. ત્યાર બાદ કોનમાં બેલ્જિયન ડાર્ક ચોકલેટ અને ગોલ્ડન ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે. મળેલી માહિતી અનુસાર બેલ્જિયન ડાર્ક ચોકલેટ ખૂબ જ જાણીતી છે, પરંતુ તેનો આઈસ્ક્રીમમાં ખૂબ ઓછો ઉપયોગ થયો છે. આ આઈસ્ક્રીમાં રૂબી નટી ચોકલેટ, હોટ ફર્ડજ સોસ, પેશન્ટ ફ્રૂટ સીરપ, ચોકલેટ કમ્પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાર બાદ આઈસ્ક્રીમ પર સોનાની આખી વરખ લગાડવામાં આવે છે.
મળેલી માહિતી અનુસાર ડાયમંડ નગરી ગણાતા સુરતમાં સોનાની વરખવાળો આઈસ્ક્રીમનો કોન્સેપ્ટ લાવનાર પરિવાર મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડોક્ટર પ્રતિક જાદવ તેની પત્ની અને તેના પિતા ડેન્ટિસ્ટ છે, તબીબી પ્રેક્ટિસની સાથે સાથે તેમણે સુરતીઓના સ્વભાવને ધ્યાનમાં રાખીને ખાણી-પીણીના ક્ષેત્રમાં પણ ઝંપલાવાનું નક્કી કર્યું હતું.
તબીબોએ સુરતીઓને કંઈક નવું ખવડાવવાનો વિચાર કર્યો અને આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં આવીને સુરતીઓને તેમના સ્વભાવ પ્રમાણે સૌથી હટકે આઈસ્ક્રીમ ખવડાવવાનું નક્કી કર્યું હતું. સારી ગુણવત્તાવાળો અને સોનાની વરખથી તૈયાર થતા આઈસ્ક્રીમની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ તબીબોએ સુરતીઓને ધ્યાનમાં રાખીને ખાસ આઈસ્ક્રીમ ખવડાવવાની શરૂઆત કરી છે.
ડો.પીનાક જાદવ સાથે અવત કરતા તેમણે સુરતમાં આવેલા વેસુ કેનાલ રોડ વિસ્તાર શહેરનો પોશ વિસ્તાર છે. એમ પણ સુરતીઓ ખાણી-પીણીમાં ક્યારેય કોઈ કસર રાખતા નથી અને તેથી તે બાબત પણ મારા ધ્યાનમાં જ હતી. સુરતીઓ ખાણી-પીણીમાં રૂપિયા ખર્ચે છે પરંતુ ખર્ચેલા પૈસાની સામે તેમને પૈસા વસૂલ થાય એવો તેમને સ્વાદ પણ જોઈએ છે. તેથીજ અમે સુરતમાં ગોલ્ડ પેક્ડ આઈસ્ક્રીમનો નવો કોન્સેપ્ટ લાવ્યા છીએ.
વધુ વાત કરતા ડો.પીનાક જાદવ કહ્યું કે, અમે આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર 70 વર્ષનો અનુભવ ધરાવતી બ્રાન્ડ સાથે સંકળાયેલા છીએ. સુરતીઓ જે મિજાજ માટે ઓળખાય છે તે પ્રકારનો આઈસ્ક્રીમ જ અમે તૈયાર કર્યો છે. મોજીલા સ્વભાવના સુરતીઓ હાલ અલગ-અલગ પ્રકારના આઈસ્ક્રીમો ખાઈને મજા માણી રહ્યા છે. ત્યારે હવે સોનાનો આઈસ્ક્રીમ સુરતીઓ માટે એક આકર્ષણ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.