બધા નેતાઓ સરકારી ગ્રાન્ટ કોરોના માટે આપી રહ્યા છે, પણ આ નેતાએ તો પોતાની પગાર મિલ્કત સહીત બધું આપી દીધું

All the leaders are giving away government grants for the coronas, but this leader has given away his salary, including property.

ચીનથી ફેલાયેલ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં પહોચી ગયો છે ત્યારે ભારતમાં પણ વાઈરસે દસ્તક આપી દીધી છે અને ગુજરાતમાં તો આજના દિવસે જ 2 લોકોના મોત થઈ ચુક્યા છે. આ બધાની વચ્ચે ઘણા બધા લોકો સહાય પણ કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ ભાજપના ધારાસભ્યઓએ કોરોના ફંડમાં 1-1 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી. અને કોંગ્રેસના ધારાસભ્યોએ તો 10-10 લાખની જાહેરાત કરી હતી.

ભાજપના ધારાસભ્યોએ માત્ર 1-1 લાખની જ સહાયની જાહેરાત કરી છે. જીતુ વાઘાણી સહિતના નેતાઓએ સહાય અંગેની જાહેરાત કરી હતી અને આ સહાય પણ તેમને મળતા પગારમાંથી કરવાના હતા તેની સામે કોંગ્રેસે દિલ ખોલીને કોરોના માટે 10-10 લાખની સહાય કરવાની ઘોષણા કરી હતી.

આ બધાની વચ્ચે અપક્ષના જિગ્નેશ મેવાણીએ તો પોતાની તમામ મિલકત કોરોનાથી બચવા માટે વાપરી દેવા કટીબદ્ધતા બતાવી છે અને રૂપિયા 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત, બનાસકાંઠાના પોલીસ સ્ટાફ માટે પોતાનું ગાંધીનગરનું મકાન પણ ઓફર કરી દીધુ છે.

આ ઉપરાંત સાબરકાંઠાથી ગુજરાત ગ્રામ સેવક મંડળે CM રાહત ફંડમાં એક દિવસનો પગાર આપ્યો છે. રાજયના 21 ગ્રામસેવકોએ કુલ 2 લાખની સહાય કરી છે. ઠાસરા તાલુકાના 925થી વધુ શિક્ષકો એક દિવસનો પગાર આપશે. 15 લાખથી વધુની રકમનો પગાર શિક્ષકો તરફથી દાન. ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લેટર લખીને દાન અપાયુ છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: