ગુજરાત(Gujarat): બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી(Hariprasad Swami) મહારાજ જુલાઇ-2021માં અંતર્ધ્યાન થયા પછી પ્રથમવાર હરિધામ તીર્થક્ષેત્ર ખાતે ‘દીક્ષા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વધામગમન દિન, પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી(Prem Swarup Swami) અને 38 સંતોને સાથે લઈને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સોખડા(Sokhada) પધાર્યા તે હરિ-પ્રેમ આગમન દિન.
હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પ્રથમવાર ઇ. સ. 1972માં ‘દીક્ષા ઉત્સવ’ યોજ્યો તેનો સ્વર્ણિમ સ્મૃતિ દિન તેમજ ભગવત્સ્વરૂપ કાકાજી તથા અ. નિ. કોઠારી સ્વામી પુરુષોત્તમચરણદાસજીના પ્રાગટ્ય દિન – એમ પાંચ અવસરોની એકસાથે ‘પંચામૃત ઉત્સવ’ તરીકે તારીખ 12 જૂન રવિવાર એટલે કે આજરોજ ઉજવણી કરવામાં આવનાર છે.
ત્યાગાશ્રમની દીક્ષા લેનારા બાર યુવાનોની શોભાયાત્રા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીનાં યુગકાર્યનાં પ્રારંભની ભૂમિ સોખડા ગામ સ્થિત જૂનાં મંદિરેથી સવારે 8.00 કલાકે નીકળીને લગભગ સવારે 10.00 કલાકે હરિધામ પહોંચશે.
સાંજે 4 થી 6 દરમિયાન અંબરીશ દીક્ષા ઉત્સવ, સાંજે 7 થી 9 દરમિયાન ત્યાગાશ્રમની દીક્ષાવિધિ અને મહાપૂજા યોજાશે. રાત્રે 9.00 થી ‘પંચામૃત મહોત્સવ’નો મુખ્ય સમારોહ યોજાશે. આ દિવ્ય અવસરના સાક્ષી બનવા સમગ્ર રાજ્યમાંથી ભક્તો હરિધામ પહોંચી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.