સુરતનું લોકલ વોકલ બીઝનેસ ગ્રુપ બનશે ગ્લોબલ- ટૂંકાગાળામાં યુવા બિઝનેસમેનોને અપાવ્યો ૩૫ કરોડનો બીઝનેસ

સુરત(ગુજરાત): કોરોનાની મહામારી દરમિયાન ઘણા લોકોના ધંધા ઉદ્યોગ ભાંગી પડ્યા છે. આ પડી ભાગેલા ધંધા રોજગારને ફરીથી એક ઉડાન અપાવવા લોકલ વોકલ બિઝનેસ ગૃપ દ્વારા ‘બિઝ એક્ષ્પો’ નું પુણા કેનાલ રોડ સ્થિત હેવન પાર્ટી પ્લોટ ખાતે 12મી ઓગષ્ટના રોજ એક્ઝિબિશનનું આયોજન તેમજ લોકલ વોકલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, લોકલ વોકલ ગૃપનું એક વર્ષ પુરૂં થતા સફળ કામગીરી કરનાર યુવા બિઝનેસમેનોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા.

આ બિઝનેસ એક્ષ્પોમાં 60 જેટલી અલગ અલગ બિઝનેસ કેટગરીના બિઝનેસમેનો દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. 5 હજારથી વધુ લોકોએ આ એક્ઝિબીશનની મુલાકાત લીધી હતી અને માત્ર 5 કલાકમાં જ કુલ રૂપિયા 2 કરોડથી વધુનો બિઝનેસ સ્ટોલ ધારકોને મળ્યો હતો. જાણવા મળ્યું છે કે, આ પ્રસંગે લોકલ વોકલ બિઝનેસ ગૃપના ફાઉન્ડર આકાશભાઇ વઘાસિયા અને અજયભાઇ ઇટાલિયા તેમજ લોકલ વોકલ બિઝનેસ ગૃપના ડિરેક્ટરો અને ગૃપના પરિવારના સભ્યો જોડાયા હતા.

સંસ્થાના ફાઉન્ડર આકાશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, લોકલ વોકલ ગૃપના 500થી વધુ બિઝનેસમેનો દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની કઠિન પરિસ્થતિમાંથી મુક્ત થઇને ફરીથી લોકોને માનસિક હુંફ મળે તે માટે તેમજ ફરીથી ધંધો રોજગાર ધમધમતા થાય તે હેતુથી આ બિઝનેસ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે જ લોકલ વોકલ બિઝનેસ ગૃપના એક વર્ષ પૂર્ણ થતા વધુ એક નવી સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. જેનું નામ ‘લોકલ વોકલ ફાઉન્ડેશન’ છે. જેમાં સર્વ જ્ઞાતિના યુવા વર્ગને તાલીમ આપી તેમને રોજગાર મળે તેમજ બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા લોકોને આ સંસ્થાના નેજા હેઠળ જરૂરી માગદર્શન આપવામાં આવશે.

જાણવા મળ્યું છે કે, આ સંસ્થા સાત લક્ષ્ય બિંદુઓ પર કામ કરશે. જેમાં યુવાન યુવતિમાં રહેલ સ્કીલનો વધુમાં વધુ વિકાસ કરવો, 11 હજાર બિઝનેસને અનુરૂપ પુસ્તકો ધરાવતી બિઝનેસ લાઇબ્રેરી બનાવી, યુવાનોને વધુમાં વધુ મદદરૂપ થવાના હેતુથી યુવા કૌશલ્ય સેન્ટરનું નિર્માણ, બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા તમામ યુવાનોને સ્પોર્ટ અને ગાઇડન્સ પુરું પાડવું, યુવા સર્જન મેગેઝીન ની ત્રી-માસીક આવૃતિઓ બહાર પાડવી, ઝીરો ટુ હીરો બનેલ યુવાનોનું એવોર્ડ દ્વારા સન્માન કરવું અને 11 હજારથી વધુ યુવાવર્ગને લોકલ વોકલ ફાઉન્ડેશન સાથે જોડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *