Foreign liquor worth 8 lakhs seized from Surat: ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં ખુલેઆમ દારૂની વહેચણી થઇ રહી છે. ત્યારે એક મોટો સવાલ એ ઉદભવે કે સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવેલી છે તો પછી દારૂ આવે છે ક્યાંથી? ત્યારે આવી જ એક દારૂની ઘટના સામે આવી છે.
બુટલેગરો દારૂનો ધંધો કરવા અનેક નવાનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. સુરત શહેરમાંથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પેટ્રોલિંગ કરીને દારૂના અડ્ડાઓ,(Foreign liquor worth 8 lakhs seized from Surat) જુગારધામ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર નો ઓર્ડર મળવાની સાથે જ શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર છાપો મારવામાં આવી રહ્યા છે.
સુરતના ઓલપાડ તાલુકાના કરમલ ગામે આવેલી આનંદો ગ્રીનવેલી રેસીડેન્સીમાંથી બનાવટી વિદેશી દારૂ બનાવી બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં પેકિંગ કરી વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે, સુરત જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડી બે વાહનો સહીત 8.02 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે
સુરત જિલ્લા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, ચિરાગ ફતેસિંગ પઢીયાર તથા ધવલ જયંતીભાઈ પટેલ નામના ઈસમો કરમલાગામની સીમમાં આવેલા આનંદો ગ્રીનવેલી સોસાયટીમાં આવેલા ભાડાના મકાન નંબર 186 માં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હલકી ગુણવતાનો વિદેશી દારૂનો જત્થો લાવી જેમાં અલગ અલગ પ્રકારના કેમિકલ પ્રવાહી મિશ્રણ કરી બનાવટી વિદેશી દારૂ બનાવી જેને કીમતી બ્રાન્ડેડ કંપનીઓની વિદેશી દારૂની જૂની ખાલી બોટલોમાં ભરી મશીન દ્વારા પેકિંગ કરે છે અને જે બનાવટી વિદેશી દારૂનો જત્થો મોપેડ અને કારની અંદર ભરી ચોરી છુપીથી સપ્લાય તથા વેચાણ કરે છે, જેના આધારે પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો,
મહીતી મળતા જ પોલીસે દરોડો પડ્યા હતા. પરંતુ ઘટન સ્થળે કોઈ હાજર મળી આવ્યું ન હતું, જેથી મકાન માલિકને બોલાવીને મકાનનો દરવાજો ખોલાવી મકાનમાં તપાસ કરી હતી. તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની વિદેશી દારૂની શીલબંધ બાટલીઓ, વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં પ્રવાહી, પેકિંગ માટેના ઢાંકણા સહિતની સામગ્રીઓ મળી આવી હતી,
પોલીસે અહીંથી 465 નંગ વિદેશી દારૂની શીલબંધ નાની મોટી બાટલીઓ, ૨ લાખની કિમતનું અલગ અલગ કેમિકલ્સ તથા આલ્કોહોલનું મિશ્રણ કરી તૈયાર કરેલું બનાવટી વિદેશી દારૂનું 218 પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલું પ્રવાહી, વિદેશી દારૂની બાટલીઓ સીલ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, અલગ અલગ કંપનીઓના ઢાંકણ, સ્ટીકર તથા જૂની ખાલી બોટલો, વિદેશી દારૂ બનાવા માટેનું અલગ અલગ ત્રણ બોટલોમાં ભરેલું કેમિકલ પ્રવાહી, એક કાર તેમજ એક મોપેડ મળી કુલ ૮,૦૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આ સમગ્ર નેટવર્ક ચલાવનાર ચિરાગ ફતેસિંગભાઈ પઢીયાર તેમજ ધવલ જયંતીભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube