મદદને બદલે મળી બદનામી: અમરેલીના સાવરકુંડલામાં વાવાઝોડાની સહાય મળશે તેવું કહીને ભાજપના પૂર્વ સરપંચે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

અમરેલીના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે વાવાઝોડાને કારણે ખુબ જ નુકસાન અને તબાહી થઇ હતી. ગામના કેટલાય લોકોને આ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારે વાવાઝોડામાં થયેલા નુકસાનને કારણે સહાય મળી જશે, એવું કહીને ગામની એક મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા સાવરકુંડલા ના ગ્રામ્ય વિસ્તારોમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર ઘટના અંગે પોલીસ પોલીસે નોંધવામાં આવેલી વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે પીડિતા પોતાના ઘરમાં ગઈ રાત્રે એકલા હતા. ત્યારે અંદાજે આઠ વાગ્યા આસપાસ થોરડી ગામના પૂર્વ સરપંચ પ્રફુલભાઈ લાભુભાઈ વેકરીયા પીડિતાના ઘરમાં પ્રવેશ કરીને કહ્યું હતું કે તમને વાવાઝોડાને કારણે થયેલા નુકશાનની સહાય મળી જશે. તેવું કહીને પ્રફુલભાઈએ તેણી સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યાં હતા અને તેમણે ગાળો ભાંડી હતી. સાથે જ તેમણે મહિલાને ઈજા પણ પહોચાડી હતી. હાલમાં આ મહિલાને અમરેલી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, પ્રફુલભાઈ લાભુભાઈ વેકરીયા થોરડી ગામના પૂર્વ સરપંચ રહી ચુક્યા છે. સાથે જ તેઓ ભાજપના પૂર્વ ધારાસભ્યના ખાસ માણસ ગણવામાં આવી રહ્યા છે. મહિલા સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધવા બદલ અને મહિલા ઇજાગ્રસ્ત થયા બાદ તેમણે આરોપી પ્રફુલ વેકરીયા સામે ફરિયાદ નોંધાવી છે. સાથે આ સમગ્ર ઘટનાની તપાસ સાવરકુંડલાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચૌધરીએ ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *