મોટા સમાચાર: કેન્દ્ર સરકાર OBC સમુદાયને આપવા જઈ રહી છે આ મહત્વની ભેટ- જાણો જલ્દી

ગુજરાત: હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસીની યાદી પર રાજ્યોને શક્તિ આપવા માટે લઈને કાયદો બનાવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે સંસદના હાલના…

ગુજરાત: હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસીની યાદી પર રાજ્યોને શક્તિ આપવા માટે લઈને કાયદો બનાવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે સંસદના હાલના સત્રમાં જ 127મું સંવિધાન સંશોધન બિલ લાવી શકે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ વર્ષે 5 મેના રોજ મરાઠા અનામતને લઈને એક નિર્ણયમાં રાજ્ય સરકારોને ઓબીસીની ઓળખાણ કરવા અને તેમને અધિસૂચિત કરવાનો અધિકાર પાછો લઈ લેવામાં આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, એક વખત સંસદ સંવિધાનના અનુચ્છેદ 342એ અને 366-26સીના સંશોધન પર મહોર લગાવી દે તો ત્યારબાદ રાજ્યોની પાસે ફરીથી ઓબીસી યાદીમાં જાતિઓને એડ કરવાનો અધિકાર મળી જાય. ગયા મહિને સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારની આ રિવ્યૂ અરજીને રદ કરી દેવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા કોર્ટના 5 મેના અનામત મામલામાં આપવામાં આવેલા નિર્ણય પર ફરીથી વિચાર કરવાનું કહેવામાં આવ્યુ હતું.

હકીકતમાં જોઈએ તો, ગયા મહિને સુપ્રીમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 324એની વ્યાખ્યાના આધારે મરાઠા સમુદાય માટે કોટા ખતમ કરવાના પોતાના 5મે ના આદેશ વિરુદ્ધ કેન્દ્રની સમીક્ષા અરજી રદ કરવામાં આવી હતી. ઉપરાંત, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે દ્વારા સંવૈધાનિક દરજ્જો આપવા માટે 2018માં સંવિધાનમાં 102મું સંશોધન કરીને અનુચ્છેદ 324એ લાવવામાં આવ્યુ હતું.

સુપ્રીમ કોર્ટ દ્વારા 3/2 બહુમતથી 102માં સંશોધનને યોગ્ય ઠેરવ્યુ હતું. બહુમતથી 102મું સંવિધાન સંશોધનને કાયદાકીય ગણાવ્યુ પણ કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (ઓબીસી)ની યાદી નક્કી કરી શકતી નથી. જ તેના લિસ્ટને નોટિફાઈ ફક્ત રાષ્ટ્રપતિ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *