રાજકારણમાં ખળભળાટ: કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત- ભાજપમાં જોડાઈ તેવી શક્યતા

પંજાબ(Punjab)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) આજે એટલે કે 28 સપ્ટેમ્બર દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહ પહેલા…

પંજાબ(Punjab)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) આજે એટલે કે 28 સપ્ટેમ્બર દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહ પહેલા તેમના વફાદાર પૂર્વ મંત્રીઓ અને કોંગ્રેસ(Congress)ના નેતાઓ દિલ્હી(Delhi)માં ભેગા થયા છે. એવું લાગી રહ્યું છે કે, પંજાબના રાજકીય વિકાસમાં કંઈક મોટી ઉથલપાથલ થવાની પુરેપુરી સંભાવનાઓ છે.

અમિત શાહ અને જેપી નડ્ડાને મળી શકે છે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ:
કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હી મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) અને ભાજપ(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda)ને મળી શકે છે. આ અંગે અનેક અટકળો ચાલી રહી છે. જણાવી દઈએ કે, આ મહિને નવજોત સિંહ સિદ્ધુ સાથે ચાલી રહેલા વિવાદ બાદ અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા.

અલગ પાર્ટી બનાવવા અંગે પણ ચાલી રહી છે અટકળો:
સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું હતું કે, તેમને અપમાનિત લાગ્યું છે, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તેમણે નવજોત સિંહ સિદ્ધુનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સિદ્ધુને સીએમ બનવા દેશે નહીં. અમરિંદર સિંહે કહ્યું હતું કે, તેઓ સિદ્ધુ સામે મજબૂત ઉમેદવાર ઉભા કરશે. આ કારણે અટકળો લગાવવામાં આવી રહી હતી કે, તેઓ પંજાબમાં પણ પોતાની પાર્ટી બનાવી શકે છે.

પંજાબમાં મંત્રીઓને અલગ અલગ વિભાગો સોંપવામાં આવ્યા:
દરમિયાન, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ નવા મંત્રીમંડળના મંત્રીઓના ખાતા સોંપ્યા છે. નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાને ગૃહ વિભાગ, સહકારી અને જેલ વિભાગ આપવામાં આવ્યો છે, જ્યારે બીજા નાયબ મુખ્યમંત્રી ઓપી સોનીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ અને સ્વાતંત્ર્ય સેનાની કલ્યાણ વિભાગની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય મનપ્રીત સિંહ બાદલને નાણાં વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે સીએમ ચન્ની પાસે કર્મચારી, તકેદારી, સામાન્ય વહીવટ સહિત 14 વિભાગો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *