ફ્રી વીજળી આંદોલનને મળ્યો વેગ- લોકોએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવશે ઐતિહાસિક પરિવર્તન 

ગુજરાત(Gujarat): 15 જૂનથી આમ આદમી પાર્ટી(AAP) સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડ્યું છે. આ વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે.

ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભાજપ સરકાર આ ફ્રી વીજળી આંદોલનથી ડરી ગઈ છે તેનો આ પુરાવો છે. કારણ કે ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને ભાજપ સરકાર અને ખાનગી કંપનીઓની મિલીભગતથી માહિતગાર કરી રહી છે અને તેના કારણે ભાજપ સરકારનો જનતા સામે પર્દાફાશ થયો છે.

આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા ફ્રી વીજળી આંદોલન હેઠળ અમદાવાદ શહેરના રાણીપ, નારણપુરા, નવાવાડજ, અખબારનગર, નવરંગપુરા, ચાંદલોડીયા તથા સાબરમતી, સુરત શહેરના વરાછા, ઓલપાડ, કતારગામ તથા કરંજ, ભાવનગર શહેરના જલાલપુર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા અને રાજકોટની સાથે બીજા ઘણા શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, ટોર્ચ યાત્રા અને સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આઠ દિવસથી નિરંતર ઉત્સાહ સાથે ગુજરાતની જનતાનું સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી સાથે-સાથે ગુજરાતની જનતાનો આ વિશ્વાસ અને ઉત્સાહ જોઈને ‘આપ’ કાર્યકર્તા અને નેતાઓ પોતાના સંપૂર્ણ મન અને ધગશથી ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેવું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.

લોકો કહી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઐતિહાસિક પરિવર્તન અવશ્ય લાવશે અને વીજળીમાં રાહત આપી શકે તો તે એકમાત્ર પાર્ટી છે આમ આદમી પાર્ટી. આ ફ્રી વીજળી આંદોલનને લોકોનું બહોળું સમર્થન મળી રહ્યું છે. આ સમર્થનને જોતા ભારતીય જનતા પાર્ટીના પાટિયા ડોલવ લાગ્યા હોય તેવું લોકોના મંતવ્યો અને સમર્થન પરથી લાગી રહ્યું છે.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનમાં ગુજરાતભરના હજારો-લાખો લોકો જોડાઈ રહ્યા છે. આ સાથે, આવા હજારો નવા કાર્યકર્તાઓ પણ મળી રહ્યા છે જેઓ આમ આદમી પાર્ટીમાં સંપૂર્ણ સક્રિયતા સાથે કામ કરવા માંગે છે. આવા જાગૃત લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે અને આવા લોકોના કારણે જ આજે આમ આદમી પાર્ટી રાજકીય પરિવર્તન લાવી રહી છે અને આગળ વધી રહી છે.

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપ દ્વારા છેલ્લા 27 વર્ષથી માત્ર વિકાસનો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વિકાસના નામે ભાજપે માત્ર પ્રજાને લૂંટી છે. ગુજરાત એક એવું રાજ્ય છે જે સૌથી વધુ વીજ ઉત્પાદન કરતા રાજ્યોમાં આવે છે. આમ છતાં આજે ગુજરાતમાં દેશની સૌથી મોંઘી વીજળી જનતાને આપવામાં આવે છે.

જ્યારે ગુજરાતમાં ઉત્પન્ન થતી વીજળી અન્ય રાજ્યોને સસ્તા ભાવે વેચવામાં આવે છે, આ ગુજરાતની જનતા સાથે સદંતર અન્યાય છે. ભાજપે પોતાની ખોટી નીતિઓ બદલવી પડશે. ભ્રષ્ટ ભાજપની આવી ખોટી નીતિઓને ગુજરાતની જનતા સાંખી લેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *