અંક્લેશ્વર(ગુજરાત): અંકલેશ્વરમાંથી એક ચ્કાવ્નારી ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં આવેલાં સમડી ફળીયાના મુળજી કલ્યાણ ટાવરના 40 ફૂટ ઉપરથી શુક્રવારે સવારના 11.15 વાગ્યાના આસપાસ 5 વર્ષનો એક બાળક નીચે પડ્યો હતો. ચોથા માળેથી પડતી વખતે ત્રીજા માળે આવેલી પ્લાસ્ટિકની છાજલી ભટકતા બાળકના હાથમાં કેબલનો વાયર આવી જતાં તે વાયર સાથે નીચે પટકાયો હતો. પરંતુ વાયરના કારણે તેનો જમીન પર પટકાવાનો ફોર્સમાં ઘટાડો થતા તે બચી ગયો હતો. ઘટનામાં તેના સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, અંક્લેશ્વરમાં મુળજી કલ્યાણ ટાવર નામની બહુમાળી બિલ્ડીંગના ચોથા માળે રહેતાં પ્રતિમ શાહનો શુક્રવારે સવારે 11.15 વાગ્યાના અરસામાં 5 વર્ષના પુત્ર સિદ્ધમ તેના ઘરની ગેલેરીમાં રમતો હતો. રમતી વખતે ગેલેરીમાંથી નીચે જોતી વખતે કે કોઈ અન્ય કારણસર તેનું સંતુલન બગડતા તે ગેલેરીમાંથી નીચે પડ્યો હતો. સદનશીબે તે નીચેના અન્ય ફ્લેટની ગેલેરીને લગાવેલાં પ્લાસ્ટિકની છાજલી પર પડ્યો હતો. તે દરમિયાન તેના હાથમાં કેબલ વાયર આવી જતાં તેણે વાયર ફીટ પકડી લીધો હતો. ત્યારબાદ તે નીચે પડ્યો હતો.
પરિવારજનો તેમજ આસપાસના લોકો ઘટના બાદ તરત ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર શરુ છે. તબીબોના જણાવ્યું હતું કે, તેને મોઢાના ભાગે તેમજ શરીરમાં અન્ય ભાગોમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.