લોહીલુહાણ થયું મોરબી: રાહદારીઓને ટ્રકચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ 2 યુવતીઓના ઉડી ગયા પ્રાણપંખીડા

Morbi accident news: ગુજરાતમાં માર્ગ અકસ્માત બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા.રાજ્યમાં આજે ફરી એક વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.મોરબી(Morbi accident news) જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે.મળતી માહિતી અનુસાર,ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે યુવતીના મોત થયા છે. ઘટનાને લઈ મૃતકોના પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રાજ્યના મોરબી જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર,હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા.આ ટક્કર એટલી ભયાનક હતી કે, બે સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. આ તરફ ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે.

બે સગીરાના મોત અને બે ઇજાગ્રસ્ત
હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે બનેલ અકસ્માતની ઘટનામાં બે યુવતીના મોત થયા છે. આ સાથે ટ્રક ચાલક સહિત 2 વ્યક્તિને પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પછી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *