ગણેશ વિસર્જનની સાથે યુવાન પણ ડૂબ્યો- મળ્યું મોત

સાવલી(ગુજરાત): ગઈકાલે સાવલી(savli)ના કેટલાક વિસ્તારના લોકો ગણપતિ વિસર્જન કરવા માટે પોઈચા(poicha) કનોડા(kanoda) ખાતે પસાર થતી મહી નદી(mahi river) ગયા હતા. આ દરમિયાન, સાવલીના પોઇચા ચોકડી વિસ્તારમાં રહેતા પાંચ યુવકો ગણપતિ પાણીમાં વિસર્જન કરવા માટે નદીમાં પડ્યા હતા અને પાંચેય યુવકો તણાવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

જેમાંથી 19 વર્ષીય રવિભાઈ ગોવિંદભાઈ વસાવા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યું છે કે, ઘટનાને લઈને વિસર્જન કરવા આવેલ યુવકોમાં પણ ભારે ડરની લાગણી છવાઈ ગઇ હતી. આ બનાવના પગલે સ્થાનિક તરવૈયા અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, પાણી વધારે હોવાનાં કારણે યુવકની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તંત્રને જરૂરી માર્ગદર્શન આપી યુવકને શોધવા સૂચનો કર્યા હતા. ગઈકાલે મહીસાગર નદી યુવકો માટે કાળમુખી સાબિત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *