છેલ્લા 6 વર્ષોમાં ભારતીય અર્થતંત્રની સૌથી ખરાબ હાલત, GDP દર ઘટીને 4.5% થયો

હમણાં જ આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશમાં મંદી હોવાની વાતને નકારી હતી અને ભવિષ્યમાં ક્યારેય મંદી નહીં આવે તેવું આશ્વાસન આપ્યું હતું. નાણામંત્રી ના મતે દેશમાં આર્થિક વિકાસનો દર ધીમો થયો છે પરંતુ મંદી જેવી પરિસ્થિતિ નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતના GDP દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સામે આવેલ ઓફિસિયલ આંકડાઓ મુજબ ભારતનો જીડીપી દર છેલ્લા છ વર્ષમાં સૌથી ન્યૂનતમ છે. આંકડાઓ મુજબ ભારતનો આર્થિક વૃદ્ધિદર 4.5% સુધી ઘટી ગયો છે.

ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષ 2018 ના જુલાઇથી સપ્ટેમ્બર મહિના વચ્ચે ભારતની જીડીપી 7 ટકા હતી. આનાથી અગાઉ વર્ષ 2013માં જાન્યુઆરીથી માર્ચ મહિનાની GDP સૌથી ન્યુનત્તમ 4.3 ટકા હતી.

NSSO દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ ચાલુ વર્ષ 2019-20 ના જુલાઇથી સપ્ટેમ્બર મહિના વચ્ચે GDP 35.99 લાખ કરોડ રૂપિયા છે જે પાછલા વર્ષે 34.43 લાખ કરોડ રૂપિયા રહી હતી. આમ જીડીપીમાં કુલ 4.5 ટકાનો વધારો થયો છે.

ભારત પાછલા વર્ષ સુધી વિશ્વનું સૌથી ઝડપી વૃદ્ધિ કરતું અર્થતંત્ર હતું. વર્ષ 2016 ના પહેલા ત્રણ માસની આર્થિક વૃદ્ધિ 9.4% હતી. 2016માં નવેમ્બર માસમાં નોટબંધી થઈ તે સમયે ડોક્ટર મનમોહનસિંહ એ કહ્યું હતું કે નોટબંધી થી જીડીપીમાં બે ટકાનો ઘટાડો થશે. જે આજે દેખાઈ રહ્યું છે.

આ આર્થિક વૃદ્ધિના ઘટાડાનું કારણ દેશની નાની બેંકોમાં થતાં કૌભાંડો, દેશના અંતરિયાળ વિસ્તારો પાછળ થતો ઓછો ખર્ચ અને વૈશ્વિક મંદી છે. 1 ટકા જીડીપી ઘટવાથી આશરે 30 લાખ નોકરીઓ જાય છે. રોજગારી માટે પણ ઘટતી જતી આર્થિક વૃદ્ધિ ગંભીર સમસ્યા છે. આ આર્થિક સંકટ વચ્ચે સૌપ્રથમ તો દેશની સરકાર ને સ્વીકારવું જોઈએ કે દેશ મંદીની સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે. સરકારે પોતાની તાનાશાહી ચલાવ્યા વગર અર્થશાસ્ત્રીઓ પાસેથી સલાહ લઈને જલ્દીથી જલ્દી આર્થિક સંકટમાંથી નીકળવાનો રસ્તો શોધવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *