પીઠનો દુખાવો દસ માંથી આઠ વ્યક્તિને તેમની જિંદગીના કોઈને કોઈ તબક્કામાં થાય છે. મોટા ભાગના દર્દીને અચાનક શરૂ થયેલ પીઠનો દુખાવો દવા અને આરામથી થોડાક દિવસમાં મટી જાય છે તો કેટલાકને વારંવાર દુખાવો થયા કરે છે અને અમુક લોકોને કાયમી દુખાવો રહે છે. સામાન્ય રીતે પીઠના દુખાવાનો પહેલો અનુભવ વીસથી ચાલીસ વર્ષની ઉંમરે થાય છે.
ઘરગથ્થુ ઉપચારો:
રાઈ ના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીશ કરવાથી સંધિવાનો દુખાવો મતે છે.
અજમો અને ગોળ સરખા ભાગે મેળવીને સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મતે છે.
સુંઢ અને ગોખરુ સરખા ભાગે લઇ તેનો ઉકાળો કરી ને રોજ પીવાથી કમરનો દુખાવો મટે છે.
સુંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મતે છે.
સુંઠ અને હિંગ તેલમાં ગરમ કરી ને માલીશ કરવાથી કમરની દુખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તો તે મટે છે તથા સાંધાનો દુખાવો પણ મટે છે
ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી, તેમાં અડધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે.
સુંઠ, લસણ અને અજમો રાઈના તેલ માં ગરમ કરી, તેની માલિશ કરવાથી કમરનો દુખાવો તેમજ દુખતા સાંધા માં પણ આરામ થાય છે.
દસ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈને તેને વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખીને પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે.
જાયફળને સરસિયાના તેલમાં ઘસીને માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે અને સંધિવા મટે છે.
આદુંના સર માં થોડું મીઠું નાખીને તેની માલીશ કરવાથી સંધિવાનો દુખવો મતે છે. ડોક રહી ગઈ હોઈ તો તે પણ મટે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.