Video: કેન્દ્રીય મંત્રી જીભ લપસી: PM મોદી વિરુદ્ધ જ બોલી નાખ્યું એવું કે વિરોધીઓને મુદ્દો મળી ગયો

લોકસભા ચૂંટણી ની ગરમી વચ્ચે આરોપ-પ્રતિઆરોપનો સિલસિલો સતત શરૂ છે. વિપક્ષી પાર્ટીઓ સરકાર ઉપર નિશાન સાથે રહી છે. તો સત્તાધારી પાર્ટી વિપક્ષ પાર્ટી પર આરોપ-પ્રત્યારોપ કરી રહી છે. આરોપ-પ્રત્યારોપ ના આ સીલસીલા માં કોઈ પક્ષ કોઈ કસર છોડી રહ્યુ નથી. આ બધાની વચ્ચે વિવાદિત નિવેદનોને લઈને જાણીતા કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ ને જે પણ ફરી એકવાર લપસી ગઈ છે.

જુઓ વિડિયો:


બેગૂસરાય માં સીપીઆઇના ઉમેદવાર કનૈયા કુમાર વિરૂદ્ધ ચૂંટણી લડી રહેલા ગિરીરાજ સિંહે પોતાના તાજેતરના એક નિવેદનમાં મોદી સરકાર માટે જ એક મુસીબત ખડી કરે તેવું નિવેદન આપી દીધું છે. ગીરિરાજસિંહે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભૂલ માં એક નિવેદન આપી દીધું છે. સિંહના આ નિવેદન બાબતે વિપક્ષી પાર્ટીઓને સરકારને ઘેરવામાં મોકળું મેદાન મળી ગયું છે. વાત ખરેખર એવી છે કે મુઝફ્ફર પુર માં એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ ની જીભ લપસી ગઈ અને તેઓએ કહ્યું કે જ્યારથી મોદીજીની સરકાર બની છે ત્યારથી મોદીજીએ આતંકવાદીઓને સમર્થન આપ્યું છે અને સેનાને ગાળો આપી છે.

આ પહેલા પણ ગીરિરાજસિંહે ભાંગરો વાટ્યો હતો. પરંતુ આ નિવેદન માં થયેલી ભૂલ ને સંભાળી લેતા, તેઓએ આગળ કહ્યું કે કોંગ્રેસના રાજમાં આખા દેશમાં વિસ્ફોટ થતા હતા અને મોદીજી ના આવ્યા બાદ માત્ર કાશ્મીરના બે ત્રણ જિલ્લામાં જ બોમ્બ વિસ્ફોટ થાય છે. એમણે વધું કહ્યું કે કોંગ્રેસ દર ચૂંટણી પહેલા એક રાજદુત રાખતા હતા આ પહેલા મણિશંકર ઐયર રાજદૂત હતા. જેઓ ત્યાં જઈને મોદી હટાવો ના નારા લગાવતા હતા. હવે તેઓના નવા રાજદૂત નવજોતસિંહ સિંધુ છે. જેઓ રાહુલ ગાંધીના ઈશારે પાકિસ્તાન જઈને પાકિસ્તાન ના પ્રધાનમંત્રી ના વખાણ કરે છે અને પાકિસ્તાનના આતંકી પ્રમુખ અને સેના પ્રમુખ બાજવાની સાથે ગળે મળે છે.

આ પહેલા પણ તેઓ નિવેદન આપી ચૂક્યા છે કે, ભારતના મુસલમાન ભગવાન રામના વંશજ છે મોગલોના નહીં જેથી મુસલમાનોએ મંદિર બનાવવાનો વિરોધ કરવો ન જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *