મુંબઈમાં એક 22 વર્ષીય યુવતી પ્રેમમાં પડી ગઈ હતી, અને અચાનક તેના પિતાને તેની જાન થતા તે પિતાએ તેની દીકરીની ક્રૂર હત્યા કરી દીધી. હત્યા કરીને યુવતીની બોડીના 5 કટકા કરી બેગમાં ભરી સંતાડી દીધી. જયારે બેગમાં ભરી તેની દીકરીની બોડીને સંતાડવા માટે જઈ રહ્યો હતો ત્યાં વાસ ના કારણે આ તેણે યોગ્ય ના લાગ્યું. બધા પ્રયાસ કરીને હાર્યા બાદ યુવતીનો બાપ તે બેગ ને છોડીને ત્યાંથી ભાગી ગયો. ત્યાર બાદ પોલીસ અધિકારીને આ બેગની જાણ થઇ. જયારે પોલીસે આ બેગને ખોલ્યું તો પોલીસ પણ ખુબ ચોંકી ગઈ હતી.
મુંબઇની નજીક આવેલા થાણેના ટિટવાલા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય પ્રીન્સીને એક છોકરા સાથેના પ્રેમસંબંધની કિંમત ચૂકવવી પડી હતી. આ ‘ઓનર કિલિંગ’ કેસમાં ખૂની પિતાએ પુત્રીનો મૃતદેહ પાંચ ટુકડા કરી દીધો હતો અને પોલીસકર્મીથી બચવા તેઓ તેને છુપાવવા જઇ રહ્યા હતા.
કાળી-ચામડીવાળી યુવતીના કેટલાક ટુકડાઓ કલ્યાણ-ભિવંડી રોડ પર સ્થિત કોન ગામની ખાડીમાં છુપાયા હતા. જ્યારે તે ઓટોરિક્ષામાં બેગ લઈને બેઠો હતો, ત્યારે તે બેગમાંથી આવતી ગંધને કારણે કોઈ બેસાડવા તૈયાર નહોતું.
પછી તે બેગ છોડી ત્યાંથી ભાગવા લાગ્યો. ભાગતો ભાગતો તેનો બાપ એક ટોઇલેટમાં ઘુસીયો. અને સબુત મટાડવા ટીશર્ટ બદલ્યું, પણ તેણે જાણ ના હતી કે તેની આ બધી કરતૂતો કેમેરામાં કેદ થઇ ચુકી છે. ટિટવાલાથી લઈને કલ્યાણ સુધીની દરેક ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. લાવારીસ બેગ જાણી તે સ્થળે થોડા જ સમયમાં પોલીસ અધિકારીઓ આવી પહોચ્ય હતા. પોલીસ અધિકારીએ આ બેગ ખોલ્યું તો તેના પણ હોંસ ઉડી ગયા હતા. આ બેગમાં શરીરનો અડધો ભાગ જ હતો. શરીરનો અડધો ભાગ ગોતવા માટે પોલીસ કામ પર લાગી ગઈ હતી.
કલ્યાણથી દાદર સુધી પોલીસે તમામ સીસીટીવી સ્કેન કરવાનું શરૂ કર્યું ત્યારે પોલીસને ચાવી મળી હતી. આ સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે મુંબઇના ટ્રાન્સપોર્ટમાં કામ કરતા 47 વર્ષીય અરવિંદ રમેશ તિવારીની ટીટવાળાના ઇન્દિરા નગર સાયનાથ ચૌલથી ધરપકડ કરી હતી.
જ્યારે આ હત્યાકાંડ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે ઘરમાં પરિવાર માંથી કોણ કોણ આ કાંડમાં સામેલ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.