વિરોધના વાવાઝોડા સામે જુકી રોપવે કંપની- ગણતરીના દિવસોમાં ઘટાડવા પડ્યા ભાવ- જાણો નવા ટીકીટ દર

જૂનાગઢ-ગીરનાર રોપ-વે ની ટીકીટના ભાવ ખુબ વધારે  હોવાથી જૂનાગઢ શહેરમાંથી ઉઠેલા વિરોધના વંટોળથી આજે ‘ઉષા બ્રેક’ કંપનીએ નવી જાહેરાત કરી છે, પરંતુ તે ભાવ પણ ખુબ વધારે છે. ગિરનાર રોપ-વે ની ટિકીટના નવા ભાવ નક્કી કરાયા છે. જેમાં રોપ વે બનાવના ઉષા બ્રેકો કંપનીએ ભાવ ફરીથી ઘટાડ્યો છે, પરંતુ GSTનો ભાવમાં પણ ઉમેરો કર્યો છે. જેથી GST સાથે મળીને રોપ-વે નો કુલ ભાવ રૂ.700 નક્કી કરાયો છે. બાળકોની ટિકીટનો ભાવ GST સાથે રૂ.300 નક્કી કરાયો છે.

એક સામાન્ય વ્યક્તિને રોપ-વેમાં બેસવા માટે રૂ. 700 માં 18% GST ને ગણી લેવામાં આવશે. નવો ભાવ 700 રૂપિયા કરવામાં આવ્યો છે. બાળકોની ટિકિટમાં પણ જીએસટીનો ઉમેરો કરવામાં આવ્યો છે. બાળકોની ટિકીટનો જુના ભાવ રૂ. 300 તથા અલગથી જીએસટીના ભાવ  એમ કુલ ભાવ લેવામાં આવવાના હતા. હવે નવા ભાવ માત્ર 300 રૂપિયા જીએસટી સાથે લેવાશે. ટિકિટના દરને લઈને વિરોધ ઉઠવામાં આવ્યો હતો તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવીએ દઈએ કે સાપુતારા, અંબાજી, પાવાગઢ કરતા ગિરનાર રોપ વે ની સફર સૌથી વધારે મોંઘી છે.

કંપનીએ ભાવ જાહેર કર્યા પછી હવેથી પુખ્તવયના મુલાકાતીઓએ તેમના આવવા-જવાના ભાડા પેટે 18 ટકા જીએસટી સહીત 700 રૂપિયા અને બાળકોના 350 ચૂકવવાના રહેશે, જયારે એક તરફ્ની મુસાફ્રી માટે જીએસટી સાથે 400 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ આ ભાવ અને લોકાર્પણથી આજે ત્રણ દિવસ સુધી લેવાયેલા ભાવમાં માત્ર 8 રૂપિયાનો જ ફયદો જોવા મળ્યો છે. પહેલા પુખ્ય વયના લોકોની 708 અને બાળકોના 354 ટીકીટ લેવામાં આવતી હતી, અને હવે તેમાં માત્ર 8 રૂપિયા અને 4 રૂપિયાનો ઘટાડો જાહેર કરીને લોકોને ભ્રમમાં પાડવાનું જોવા મળી રહ્યું છે.

રોપ-વે ના ભાવને લઈને લોકોને છેક સુધી અંધારામાં રખાયા હતા. રોપ વે ખુલતાની સાથે જ સીધા 708 રૂપિયા લેવાનું નક્કી કરાયું. જૂનાગઢ ગિરનાર રોપ-વે એ જૂનાગઢ વાસીઓનું સ્વપન હતું, જે સાકાર થતા સૌ કોઈની પહેલી ઈચ્છા રોપ-વે ની સફર કરવાની હતી, તેમાય ખાસ કરીને તેમાં બેસવાના ભાવ કેટલા હશે તે અંગે લોકાર્પણ થઈ ગયા સુધી સરકારે અને એજન્સીએ મીડિયા અને લોકોને અંધારામાં રાખ્યા હતા.

અને જયારે લોકાર્પણ થયું તે દિવસે મુખ્યમંત્રીએ ભાવ એજન્સી નક્કી કરશે તેવું જાહેર કરતા છેલ્લે સુધી લોકોને ભાવ કેટલા છે એ જાણવા જ ન મળ્યું. અંતે રવિવારે જયારે લોકો માટે રોપ વે ખુલ્લો મુકવામાં આવ્યો તે દિવસે ટીકીટ બારીએ લોકોને માલુમ પડયું કે હતું એક વ્યક્તિના 708 અને 21 દિવસ પછી 826 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા.

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલએ આજે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, રોપ-વે ની ટીકીટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, ગુજરાતના અન્ય રોપ-વે ની સરખામણીમાં અથવા તેની લંબાઈના પ્રમાણમાં એવરેજ ટીકીટના ભાવ પણ ઘણા ઉંચા છે. તે ભાવ સામાન્ય ગરીબ વર્ગને પરવડે તેમ નથી. તો ટીકીટના ભાવ ઘટાડવા લોકોની લાગણીઓંને ધ્યાનમાં રાખી માંગણી કરવામાં આવી છે, આ અંગે કંપની સાથે વાટાઘાટો કરી ટીકીટના દર વ્યક્તિ દીઠ 400 રૂપિયા આસપાસ રહે તેવી માંગણી કરવામાં આવી છે.

કુદરતે ગુજરાતમાં અનેક સ્થળે મફ્તમાં નદી-નાળા, ઝરણા, પર્વત, જંગલ જેવી સ્વર્ગ જેવી પ્રકૃતિ પણ આપી છે, પરંતુ હાલ તેને નિહાળવા માટે એક ધંધો જ શરુ કરવામાં આવ્યો છે, સફર માટે ગુજરાતમાં બનેલો ચોથો ગિરનાર રોપ-વે રાજ્યમાં સૌથી મોંઘો રોપ-વે સાબિત થઈ રહ્યો છે. હજુ કોઈ સુવિધા નથી ત્યાં જ લોકો પાસેથી ખુબ મોટા ટીકીટના ભાવ લેવામાં આવતા હોવાથી લોકોમાં વિરોધ વંટોળ શરુ થતો જોવા મળી રહ્યું છે. લોકોનો એક જ અવાજ છે, “ભાવ ઘટાડો.”

ગુજરાતમાં બનેલા રોપ-વે ની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાપુતારામાં બનેલા રોપ-વે ની સફર માટે ઉંમરલાયક પ્રવાસીના ભાવ ૬૨ રૂપિયા છે, તો 1986 માં પંચમહાલ જિલ્લામાં પાવાગઢમાં ડુંગર પર માં મહાકાળીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ રૂ.141 છે, તો ઈ.સ. 1898 માં અંબાજીમાં માં અંબાજીના દર્શન માટે બનેલ રોપ-વે ના ભાવ રૂ. 118 છે, જયારે ગિરનાર પર માં અંબાના દર્શન માટે રોપ-વે નો ભાવ હાલ રૂ. 708 અને 21 દિવસ પછી રૂ. 826 થનાર છે. પાવાગઢ રોપ વે ની લંબાઈ 763 મીટર, અંબાજી રોપ વે 363 મીટર અને ગિરનાર રોપ વે 2320 મીટર લાંબો છે, જેમાં લંબાઈ વધારે તેમ તેના ભાવ પણ 7 ગણા વસુલવામાં આવી રહ્યા છે.

જૂનાગઢ ગિરનાર રોપ વે નું લોકાર્પણ થયું ત્યારથી લોકોને ટીકીટ લઈને તુરંત ઉપર લઈ જવામાં આવે છે, જયારે હાલ દાતાર પર જવા માટે તંત્રએ પાબંધી મૂકી છે. લોકોના મત મુજબ હાલ કોરોનાકાળને લઈને ઉર્ષનો મેળો રદ્દ કરીને દાતાર પર જવા માટે મંજુરી ફરજિયાત લેવી પડે છે, તો તેનાથી થોડે દુર જ આવેલ ગિરનાર પર જવા માટે કોઈ પાબંધી નથી, જેટલા લોકોને રોપ વે માં જવું હોય તે પૈસા આપીને જવું હોય તો, તેમાં ક્યાય કોરોના આડો આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *