વર્ષ 2020ની શરુઆતથી જ સરકારી ભરતીની વિવિધ જાહેરાત બહાર પડવા લાગી છે. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ કેડર ઓફિસર ભરતી માટે જાહેરાત બહાર બાડી છે. SBIએ આ પદો પર કોન્ટ્રાક્ટ અને રેગ્યુલર બંને રીતે ભરતી જાહેર કરી છે. આ પદો માટે ઉમેદવારે ગેજ્યુએટ હોવું જરુરી છે. એપ્લાય કરવા માટે જો ફીની વાત કરવામાં આવે તો જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારે 750 રુપિયા ફી ભરવી પડશે જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવારને ફીમાં રાહત આપવામાં આવી છે, તેમને કોઈ ફી ભરવી પડશે નહીં.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયલ કેડર ઓફિસર્સનાં પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે, SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરનાં પદો પર કૉન્ટ્રાક્ટ અને રેગુલ્ર બંને આધાર પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. ફીસની વાત કરવામાં આવે તો, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 750 ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે SC/ST ના ઉમેદવરઓ માટે કોઇ ફી નથી. બધાં જ પદો પર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂ બાદ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. આ પદો પર પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માસિક 30,000 થી લાખ સુધીનું વેતન મળશે. અરજી કરવાની અંતિમ તારીખ 12 ફેબ્રુઆરી 2020 છે.
એસબીઆઈએ દેશભરના તમામ રાજ્યોમાં આશરે 8000 ભરતી કાઢી છે. સથી વધુ ભરતી ઉત્તર પ્રદેશમાં 865 છે. તો આંધ્રમાં 510, છત્તીસગઢમાં 190, દિલ્હીમાં 143, બિહારમાં 230 અને ઝારખંડમાં 45 છે. તો ગુજરાત સર્કલ માટે 550 જગ્યાઓ છે.
ભારતીય પોસ્ટ વિભાગમાં પણ 12 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીનાં વિવિધ પદો માટે સરકારી નોકરીની તક છે. જેમાં જૂનિયર અકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન સહિત ઘણાં પદોની નોયુક્તિ થશે. પોસ્ટ વિભાગમાં વિવિધ પદો માટે અલગ-અલગ યોગ્યતા છે. જેમાં 12 પાસના ઉમેદવારો માટે પોસ્ટમેનનું પદ અન જૂનિયર અકાઉન્ટન્ટનાં પદો માટે ગ્રેજેટનો અભ્યાસ જરૂરી છે. આ પદો પર ઓનલાઇન અરજીની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી, 2020 છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય પોસ્ટ વિભાગે આ ભરતીઓ કર્ણાટક પોસ્ટલ સર્કલ માટે છે.
ઉંમર મર્યાદાઃ આ અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 અને વધુમાં વધુ ઉંમર 28 વર્ષ છે. ઉમેદવારનો જન્મ 02.01.1992થી પહેલા અને 01.01.2000 બાદ ન થયો હોય. આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળશે. તો ઓબીસીમાં આવતા લોકોને 3 વર્ષની છૂટછાટ મળશે.
કઈ રીતે થશે પસંદગી?
તમામ પદો પર ઉમેદવારોની પસંદગી ઈન્ટર્વ્યુ બાદ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. જ્યારે સેલેરીની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારને પ્રતિ મહિને રુ. 30000 સેલેરી મળશે. આ પદ માટે એપ્લાય કરવાની અંતીમ તારીખ 12 ફેબ્રુઆરી છે. નોકરી વાંચ્છુક ઉમેદવાર sbi.co.in પર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત સંબંધિત વિભાગમાં નોકરી અંગેની વધુ જાણકારી નીચેની લિંક પર ક્લિક કરીને મેળવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.